સમગ્ર દેશ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે ત્યારે તેમના યોગદાન અને વ્યક્તિત્વના વિવિધ પાસાઓ પર ખૂબ જ ઉત્કૃષ્ટ લેખો ગુજરાત મિત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. ગત રવિવારીય પૂર્તિમાં ડો. ધર્મેશ કાપડીઆ દ્વારા ‘સરદાર પટેલ પાસે આવનારી પેઢી એ શું શીખવું જોઈએ? વિષય પર ખૂબ જ અભ્યાસ પૂર્ણ લેખ લખાયો છે.
જેમાં તેમના યોગદાનના વિવિધ દ્રષ્ટાંતો દ્વારા સરદાર પટેલના વ્યક્તિત્વની વિવિધ લાક્ષણિકતા ઉજાગર કરવામાં આવી છે. હું શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ છું આથી આ પ્રકારના લેખ અભ્યાસકિય પ્રવૃત્તિમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. પ્રસ્તુત લેખમાં સરદાર પટેલ પોતાની સિગારેટ પીવાની આદતને કેવી રીતે એક ઝાટકે આત્મસન્માન માટે છોડી બતાવી, એ આજની યુવા પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયી વાત છે. આજની યુવા પેઢીમાં જ્યારે નશાનું દૂષણ વધી રહ્યું છે ત્યારે આ પ્રકારના લેખનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. લેખમાં તમામ મુદ્દા યુવા વ્યક્તિત્વ વિકાસ માટે અગત્યના મુદ્દા છે અને આજે પણ એટલા જ અસરદાર છે.
વાલોડ – રઘુવીર ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે