Business

શર્મા-વર્મા દીકરીઓએ ભારતમાતાની લાજ રાખી

મહિલા વન ડે વર્લ્ડકપમાં દીપ્તી શર્મા અને શેફાલી વર્માએ મહત્ત્વની ભૂમિકા અદા કરીને ભારતમાતાની આ જુગલજોડી બેટીઓએ ભારત માતાની લાજ રાખી. ભારતીય મહિલા પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની. આ બંને બેટીઓની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી પડે. શેફાલી વર્માએ 78 બોલમાં 87 રન કરી ઉપરાંત 36 રનમાં બે વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધી મેચનું ટાઇટલ જીતી ગઇ દીપ્તિ શર્માએ વલ્ડકપમાં 39 રન આપીને વટ કે સાથ પાંચ વિકેટ ઝડપીને કમાલ રી બતાવી પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ ટાઇટલ જીતી ગઇ. તદ્દઉપરાંત દિપ્તી શર્માએ વન ડે વર્લ્ડ કપમાં 200 રન બનાવી અને 15 વિકેટ હાસિલ કરી એક અનોખી સિધ્ધિ મેળવી ભારત માતાનું નામ રોશન કર્યું. વેલ્ડન શર્મા અને વર્મા બેટીઓ તમારી ઉપર ભારત માતાના સંતાનો નાઝ કરે છે. આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચમા દિપ્તિ શર્માના 56 રન કે ભુલાય? કયારેય નહીં ભુલાય શર્મા-વર્માની જોડીને સલામ.
ગોપીપુરા સુરત- જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top