Charchapatra

લોકશાહીમાં માન અને ન્યાય જળવાય

હાલમાં મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકો જો મીટિંગ હાજર ન રહે તો તેમના પર ધરપકડ વોરન્ટ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સૂચના અત્યંત અતિરેક અને દબાણ આધારિત છે. શિક્ષક સમાજ પર આ પ્રકારની કાર્યવાહી તેમની માન-મર્યાદાને ઠેસ પહોંચાડે છે અને લોકશાહી માનસિકતા સામે પણ પ્રશ્ન ઊભા કરે છે. ભારતના  જવાબદાર નાગરિક અને માતા-પિતા તરીકે અમે આ મુદ્દે આપણી ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. શિક્ષકો દેશના ભવિષ્ય ઘડનાર હોય છે…, ગુલામ પ્રથાની જેમ દંડાત્મક માર્ગ અપનાવવો યોગ્ય નથી.

જો કોઈ શિક્ષક ખાસ કારણોસર હાજર ન રહે તો તેને સ્પષ્ટતા રજૂ કરવાની તક મળવી જોઈએ. જેથી ધરપકડ વોરન્ટનો નિયમ તાત્કાલિક પાછો લેવો જોઈએ. બીએલઓનું કામ માત્ર શિક્ષકો પર જ કેન્દ્રિત ન કરવામાં આવે,  અન્ય માન્ય એજન્સી / સંવર્ગના કર્મચારીઓની પણ પાર્ટિસિપેશન રાખીને કાર્ય-વહેચણ કરવું જોઈએ. અમે બંને – દેશનું ભવિષ્ય (મતદાર ગણતરીની પ્રક્રિયા) અને આપણા બાળકોનું ભવિષ્ય (શિક્ષકોનું માન અને મર્યાદા) – વચ્ચે સંતુલન ઇચ્છીએ છીએ. લોકશાહીમાં જવાબદારી મહત્વપૂર્ણ છે… પણ આદર અને ન્યાય વગર નિર્ણયો ટકતા નથી.
પર્વતગામ, સુરત- આશિષ  ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top