Charchapatra

ગુજરાતી ફિલ્મોમાં આધુનિક ટેક્નોલોજી આવવા માંડી છે

ભૂતકાળમાં ‘રેવા’ નામના ફિલ્મની સાઉન્ડ અને વિડિયોગ્રાફી જોઇ યુવા અવસ્થામાં જોયેલ અંગ્રેજી મૂવી ‘મેકીનાસ ગોલ્ડ’ની યાદ આવી ગઇ. ટેકનોલોજીની દૃષ્ટિએ એક આનંદની વાત છે કે ગુજરાતી ફિલ્મોમાં આધુનિક ટેક્નોલોજી આવવા માંડી છે.  એવી જ રીતે પટકથાનું સ્તર ગ્રામ્ય જીવન કે પ્રણય કથાથી આગળ આવી, સાંપ્રત સામાજિક વાર્તાઓથી પણ આગળ આવવા માંડ્યુ છે. ભક્તિભાવથી ભરેલુ એક પિક્ચર આજે જ જોયુ. ટૂંકુ નામ જો કે માત્ર ‘લાલો’ જ છે પણ આખુ નામ છે, લાલો, ‘શ્રીકૃષ્ણ સદા સહાયતે’ નામ પ્રમાણે પ્રાચીન સંસ્કૃતિને અર્વાચીન સ્વરૂપ સરસ રીતે ચિત્રાત્મક કર્યુ છે. જેમ કે લાલાને આધુનિક વ્યક્તિ કપડામાં દેખાડવા.

પોતાની ભોમકા પર ક્યારે પરત જવુ અને ક્યારે કર્મભૂમિમાં એક રસ થઈ જવુ. પેલુ ભજન છે ને ‘માને તો મનાવી લેજો…’ ઓધાજી… એક તરફ  ગોકુળની ગોપીઓનો વાત્સલ્ય ભાવ છે તો, બીજી તરફ મથુરાની એ કર્તવ્યની વાટ. એ ફિલ્મમાં ઉપનિસદની વાતો જે પ્રકારે પંચતંત્રમાં સીમપ્લીફાઇડ કરીને સમાજ સમક્ષ મૂકાઇ છે, તે જ પ્રમાણે શ્રીમદ ભગવદગીતાનો ઉપદેશ, જેમ કે ‘કર્મરેણ અધિકારસ્તુ’ને એ રીતે દર્શાવ્યો છે કે હીરો એ સ્વયં પોતે જ દિવાર તોડવાની છે. તો વળી એવુ પણ બતાવ્યુ છે કે ભગવાન તો માનવી (હીરો)ને મુક્તિ અપાવે છે, પરંતુ એ માનવી લોભ-લાલચ, મોહ-માયાને કારણે પાછો ભવ બંધન સમાએ ‘ફિલ્મ’ના બંગલામાં ગોંધાઇ જાય છે.
પાલનપૂર, સુરત       – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top