એના કપાળમાં કાંદા ફોડું, પતિ પત્નીની જોડી, ભલે સ્વર્ગમાં ફાઈનલ થતી હોય, પણ અમુક જોડી તો પૃથ્વી ઉપર આવીને બને. જેમ કે…સિંગ-ચણા, ફાફડા-જલેબી, દૂધ-પૌંઆ, રગડા-પેટીસ, આલુ-મટર-સેવ-ટામેટા વગેરે વગેરે..! ( મારે કોઈના મોંઢામાં ફુવ્વારા છોડાવવા નથી, આ તો એક વાત..!) આવી જ એક જોડી એટલે કાંદા-બટાકાની..! આદિકાળથી અતૂટ..! જ્યારથી લસણ -ટામેટા એની સાથે ‘leave relationship’ માં રહેવા લાગ્યાં, ત્યારથી આ જોડી પણ લોકપ્રિય છે. રખે માનતા કે, રસોડામાં માત્ર વાઈફ-વંદા કે ઉંદરડા ના રહે, આ ચારના પણ ધામા હોય..! સાલો શું બધા વચ્ચે મનમેળ છે..? સાચું ખોટું તો જાણે ભગો દાજી, પણ કહેવાય કે, ‘ જે ગાળ ખાય એ માલ ખાય..!’
એમ જેણે ગાળ વધારે ખાધી હોય તેની ઉંમર લાંબી થાય .! (ગાળ દેવાવાળાની ઉંમર ઘટે કે કેમ એનું સંશોધન થયું નથી, બાકી ગાળ ખાનાર જલ્દી પૃથ્વી છોડતા નથી એટલી ખબર..!) દા.ત. : જવા દો ને યાર..? ખોળામાં સુરજ લેવો નથી..! વાતમાં તથ્ય હોય કે ના હોય, પણ ઉંમર વધારવા માટે ટોનિક બંધ કરીને ગાળ ખાવાનાં રવાડે ચઢવાની ઈચ્છા તો થઇ આવે..! ઉંમર પણ વધે ને પૈસા પણ બચે..! ડર એ વાતનો લાગે કે, રખે ને કોઈએ ‘અંધ-ભક્ત’ કહ્યો તો..? તાળવે જજેલા પડે યાર..? ચોટલીથી ચરણ સુધી ચચરી આવે..! દીવાના પ્રકાશમાં પતંગિયાંઓ મૂર્ખાઓની જેમ જલ્દી ધસી જાય એમ, ચમન-ચલ્લી પણ ઉંમર વધારવા ગાળના માર્ગે આગળ વધી, ગાળ ખાવાનાં ‘એપી સેન્ટર’ હાલ શોધે છે..! કોઈ પણ ફેકલ્ટીના નેતા કે સોસાયટીના પ્રમુખ થવા પણ વલખાં મારી જોયાં. પણ ગાળ સ્વાદિષ્ટ નહિ લાગતાં, હજી સેટ થયો નથી..! છતાં હજી ફાંકાની ફેણ તો ખેંચે કે, ‘શ્રધ્ધા જ મારી લઇ જશે, મને મારા સદન સુધી..!’
પેટછૂટી વાત કરું તો, હું આવું સાંભળીને હું ટેન્શનમાં આવી ગયો કે, બંદાએ કેટલી ગાળો ખાધી હશે? કેમ કે સેન્ચુરી મારવામાં મને હવે ૨૩ જ વર્ષ ખૂટે છે..! જન્મ્યો ત્યારે તો પાંચ ડોક્ટરોએ હાથ ધોઈ નાંખેલા કે, ‘આ ‘લોંઠુ’ લાંબુ કાઢે એવું નથી..! અઠવાડિયામાં Exit લઈ લેશે..!’ એ પાંચેય ડોકટરનાં બેસણામાં જવાની મને તક મળેલી એ અલગ વાત છે, હું જીવંત છું…! ટેન્શન લેવાની જરૂર નથી. આ તો નવરો પડ્યો એટલે કાટલાં તોડું છું. નવરા બેસી નખ્ખોદ વાળવું, કે નાકના વાળ ખેંચવા, એના કરતાં લાવ આજે કાંદા બટાકાની સળી કરું..! you see… રામાયણ કે મહાભારતથી માંડી મોદીજી સુધી આ જોડી આજે પણ અકબંધ છે બોલ્લો..! કાંદા-બટાકાનું નામ સાંભળીને તમારા પણ કાન પાક્યા તો હશે જ..! ગેરંટી સાથે કહું કે, પૃથ્વી ઉપરનો એક પણ માણસ, કાંદા-બટાકા-ખાધા વગર ઉકલ્યો ના હોય..!
એમના જેવી જમાવટ તો જગત જમાદાર ટ્રમ્પદાદાએ પણ કરી ના હોય. ગૃહિણી ગમે એટલી પાકટ ઉર્ફે પરિપક્વ હોય તો પણ, આ કાંદા-બટાકાની વાનગીમાં, આદુ-લસણ-ધાણા ને ટામેટા વગર સ્વાદ નહિ લાવી શકે..! આ તો એક વાત..! એમાં ‘બટાકો’ એટલે રસોઈનો ‘’Ultimate Adjuster..! ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ ની માફક કોઇ પણ શાક સાથે બટાકો જાય. ભીંડો જરા મથાવે..! એવો એકલગરો કે, બીજા સાથે ફાવે જ નહિ. ભળે જ નહિ..! કાંદાની વાત કરીએ તો, છાશવારે રીસાતી નણંદબા જેવો. કપડાં ઉતારવા ગયા તો, આંખે પાણી પણ લાવી દે..! એની એક જ ખુમારી, મારી હાજરીની લોકોએ નોંધ લેવી જોઈએ.
સાલો ગંધ પણ એવી ફેલાવે કે, અત્તર છાંટીને સમારવાનું મન થાય. પણ શાકમાં ભળ્યા પછી, ચાર ચાંદ લગાવી દે…! બાકી ટામેટું એટલે રૂપરૂપનો ..! અંબાર..! લપસી જવાય યાર..! એવું લીસ્સું ને ચળકતું કે, નજર પડતાં જ ગમી જાય. બટાકા જેવું ખરબચડું નહિ..! મને લાગે આ રૂપસુંદરા ટામેટાને જોઇને જ કાંદા-બટાકા પણ પલળેલા લાગે..! એ વિના ગંધાતા કાંદા સાથે ચોગઠું જામે નહિ..! ને ટામેટું પણ એવું રસીલું કે, ‘મૈં હૂં ના’ કહીને ભરાઈ જ જાય..! આ ત્રણેય એકબીજાનાં પૂરક..! બટાકો ટેકો આપે, કાંદો મધુરતા ઠાલવે ને ટામેટું વાનગીનું ‘ફેશિયલ’ કરી આપે..! પેલું લસણિયુ ઈન્ચૂક..પીન્ચૂક..!આ બધા જો ના હોય તો, રસોડું પણ મંગલસૂત્ર વગરની વિધવા સ્ત્રી જેવું લાગે. કવિ કંગાળ કહે એમ,
ભૂખ્યા પેટમાં ભડકો થયો, શાક ન મળ્યું ક્યાંય
કાંદો બટાકો ફરી વળ્યો, ને ટામેટાએ ઠારી લહાય
કાંદા-બટાકા ને ટામેટાની ખુમારી જ અલગ..! એ બધા સાથે ભળી તો જાય,પણ માંગ વધે ત્યારે ભાવ પણ બહુ ખાય. ભાવને આસમાને ચઢાવે. કાંદા તો વગર હાજરીએ રડાવે..! સરકાર જેવી સરકારને પણ ખુરશીમાં કાંટા ભોંકાવા લાગે. બદનામ કરી નાંખે યાર..! લસણ-ડુંગળી ને ટામેટા વગર તો ચલાવી લેવાય, પણ કાંદો બટાકો અલોપ થયો તો, સરકારને પણ ‘ફ્લોપ’ કરી નાંખે ..!
મન મરે, માયા મરે, મર મર જાય આ શરીર
કાંદા બટાકા ના મળે તો ભૂખે મરે અમીર
પણ વાહ બટાકો..! બટાકો એટલે બટાકો. કોઇ પણ શાકનો શિરમોર..! કાંદા બટાકા વગર તો બજાર પણ વેરાન લાગે. સંત કવિ કબીરજી કહે છે એમ, “कबीरा खड़ा बाज़ार में, मांगे सबकी खैर: न काहू से दोस्ती, न काहू से बैर:’’ એનું નામ બટાકો…!
લાસ્ટ બોલ
હાસ્યલેખક વિનોદ ભટ્ટ સાહેબનો એક લેખ વાંચવા જેવો છે…
એક બંગલા ઉપર ‘કાતર-કૃપા’ લખેલું.
બંગલાના માલિકને પૂછ્યું કે, આ બંગલાનું નામ ‘કાતર કૃપા’ કેમ રાખ્યું?
તો પેલા ભાઈએ ‘લોંગ-પ્લે’ રેકર્ડ વગાડતાં કહ્યું, “ વાત જાણે એમ છે કે, મારા પપ્પાને ‘હરણિયા’ ના ઓપરેશન માટે એક હોસ્પીટલમાં દાખલ કરેલા.
અચ્છા..! ચીરી નાંખે એવું બીલ આવ્યું હશે?
ના રે ના..!
થયું એવું કે, એ જ દિવસે ડોકટરને સાત-આઠ ઓપરેશન હતાં.પપ્પાનું ઓપરેશન તો કરી નાંખ્યું, પણ ધમાલમાં ને ધમાલમાં ડોકટરથી પપ્પાના પેટમાં કાતર રહી ગઈ ને ટાંકા પણ લેવાઈ ગયા. પછી..?
પાંચ-છ મહિને આ વાતની ખબર પડી, એમાંથી ‘સેપ્ટિક’ થઈ ગયું ને પપ્પા ગુજરી ગયા.
Oh my God …! પછી..?
અમે એ ડોકટર સામે કેસ માંડ્યો અને ગ્રાહક સુરક્ષાવાળાએ ડોકટર પાસેથી અમને બાવન લાખ અપાવ્યા. એમાંથી આ બંગલો લીધો.
એટલે બંગલાનું નામ આપ્યું “કાતર-કૃપા’ એમ ને?
હાસ્તો..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.