હાલમાં સરકાર તરફથી પ્રજા સમક્ષ જે વાત મુકી છે. તે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. આપણે. જાણીએ છીએ કે આઝાદીની અહિંસક લડાઈ અને સત્યાગ્રહ મુજબ જે આંદોલન ચાલ્યા તેમાં સાથે સાથે ખાદી અને ગ્રામોદ્યોગ જેવા કેટલાય કાયક્રમો પ્રજા સમક્ષ મુકાયા, જે સહષૅ સ્વીકારાયા અને સ્વતંત્રતાની લડત સાથે સાથે પ્રજાકલ્યાણની ભાવના પણ સિદ્ધ થતી ગઇ. આ બધુ વ્યવસ્થિત ચાલે તે માટે દેશમા મંડળો, સંસ્થાઓ, સહકારી મંડળીઓ વિગેરેની રચના સાથે તે સમયની સરકારે પણ યથાયોગ્ય ભાગ ભજવ્યો.
ગાંધીજી કહેતા તમે મારા હાથમાં ખાદી મૂકો, હું તમારા હાથોમાં આઝાદી મૂકીશ. ખાદી વસ્ત્ર ખરુ પણ તેથી આગળ એ એક વિચાર. હવે જે ઘસારો થયો કે લાગ્યો. આજે ખાદી એના અસ્તિત્વ માટે મથે છે. હવે ઘર ઘર સ્વદેશી તે સારી વાત પણ એ સરકારી ફાઈલોમાં ન રહે તે માટે પુરા સન્માન સાથે વિનંતી. બધાને કોઈ એક બેને નહીં. સુખ શાંતિ આપનારી ખાદી, જરૂરતમંદોને રોજી આપનારી અને પર્યાવરણનું જતન કરનારી ખાદી એ ગુણોથી ભરપૂર હોય વિચારવુ રહે.
કરાડી,નવસારી – મનુભાઈ ડી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.