ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 43 વર્ષની ઉંમરે પહેલી વાર મિક્સ ડબલ્સમાં નંબર 1 રેન્કિંગ પર પહોંચ્યો છે અને આમ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યા છે. તેમણે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની શાનદાર કારકિર્દીને વિદાય આપી છે.
રોહન બોપન્નાએ X પર પોસ્ટ કરીને લખ્યું, “તમે એવી વસ્તુને કેવી રીતે વિદાય આપો છો જેણે તમારા જીવનને અર્થ આપ્યો? પરંતુ 20 અદ્ભુત વર્ષો પછી સમય આવી ગયો છે. આ લખતા મારું હૃદય ભારે અને કૃતજ્ઞ બંને લાગે છે. ભારતના કુર્ગના એક નાના શહેરથી મારી સફર શરૂ કરવી, મારી સર્વિસને મજબૂત કરવા માટે લાકડા કાપવા, સ્ટેમિના બનાવવા માટે કોફીના બગીચાઓમાં દોડવું અને તૂટેલા કોર્ટ પર મારા સપનાનો પીછો કરવો એ બધું જ અવાસ્તવિક લાગે છે.”
બોપન્નાએ બે વાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું
રોહન બોપન્નાએ તેની શાનદાર કારકિર્દીમાં બે ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીત્યા છે. તેમણે 2017 માં ગેબ્રિયલ ડાબ્રોવસ્કી સાથે ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું. ત્યારબાદ તેમણે મેથ્યુ એબડેન સાથે 2024 ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જીત્યું. આ સાથે બોપન્ના ગ્રાન્ડ સ્લેમ (ઓપન એરા) જીતનાર સૌથી મોટી ઉંમરના પુરુષ ખેલાડી બન્યા.
રોહન બોપન્નાએ કહ્યું, “ટેનિસ મારા માટે ક્યારેય માત્ર એક રમત રહી નથી. જ્યારે દુનિયા મારા પર શંકા કરતી હતી ત્યારે તેણે મને આત્મવિશ્વાસ આપ્યો. મારા માતાપિતા મારા હીરો રહ્યા છે. તેમણે મને બધું આપ્યું છે. મારી બહેન રશીમ હંમેશા મારી સાથે રહી છે. તેણીએ દરેક મુશ્કેલીમાં મને પ્રોત્સાહન આપ્યું. હું મારા પરિવારનો મારી સાથે ઉભા રહેવા બદલ આભાર માનું છું.” તે પરિવાર ઉપરાંત બોપન્નાએ દરેક કોચ, ભાગીદાર, ટ્રેનર, ફિઝિયો, મારી ટીમ અને મિત્રોની દુનિયાનો આભાર માન્યો. મારા સાથી ખેલાડીઓનો, આદર, હરીફાઈ અને મિત્રતા માટે આભાર. અંતે મારા ચાહકોનો, તમારો પ્રેમ મારા માટે ઉર્જાનો સ્ત્રોત રહ્યો છે. જ્યારે હું જીતી ગયો ત્યારે તમે ઉજવણી કરી અને જ્યારે હું પડી ગયો ત્યારે મારી સાથે ઉભા રહ્યા.