Charchapatra

સરદાર પટેલ લોખંડી-મનોબળવાળા હતા.

૩૧ ઓક્ટોબર એટલે સ્વતંત્ર સંગ્રામના લડવૈયા, દેશના પૂર્વ ગૃહપ્રધાન સરદાર પટેલ તેમને દેશી રજવાડાનું વિલીનીકરણ કર્યું હતું. એમનું શરીર લોખંડી નહીં પરંતુ લોખંડી-મનોબળ ધરાવતા હતા. તેમના જીવનનો એક કિસ્સો યાદ આવે છે. સરદાર વલ્લભભાઇ પટેલ બેરિસ્ટર પણ હતા. એકવાર કોર્ટમાં કેસ લડતા હતા એવામાં તેમની પત્ની મણીબેનના નિધન થયાની ખબર પડી છતાં અડગ-હૃદય રાખીને કેસ લડતા રહ્યા એટલે તેઓ લોખંડી મનોબળવાળા કહેવાય છે. મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નેહરુ સાથે તેમણે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે સ્વાતંત્ર સંગ્રામની લડત ઉપાડી હતી. સરદાર પટેલ મૂળ ખેડા જીલ્લાના કરમસદના વતની હતા, પરંતુ સુરત જીલ્લાના બારડોલીને કર્મ-ભૂમિ બનાવી હતી.

આજે બારડોલીની લગભગ બધી સંસ્થાઓ સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું છે. જેમ કે સરદાર સ્મારક હોસ્પિટલ, સરદાર પટેલ મ્યુઝીયમ, સરદાર બારડોલી સંઘ અને જેમ વડોદરા નગરને સંસ્કારી નગરી કહેવાય છે, તેમ બારડોલી સરદાર નગરી તરીકે જાણીતી છે. બારડોલીનો ‘સ્વરાજ આશ્રમ’ તેની ગવાહી રૂપે છે.  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોવા દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે. બારડોલીના સહકારી નેતા ભીખાભાઈ પટેલ, સરદારના સિધ્ધાંત મૂલ્યોથી રંગાયેલા હોવાથી ‘છોટે સરદારના’ હુલામણા નામથી જાણીતા છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ પ્રસંગે કોટી-કોટી વંદન.
તરસાડા, માંડવી – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top