Charchapatra

ગાંધીવાદી ટોપી અને ખાદીધારીઓ ગાયબ

રસ્તે તોપચી જેવા ગપ્પીદાસો બહુ મળે, કિન્તુ, સફેદ રંગની ગાંધીવાદી ટોપી અને ખાદીધારીઓ ગાયબ થયા છે. કપાસમાંથી બનેલું હાથવણાટનું કાપડ એટલે ખાદી  અથવા ખદ્દર ભારત દેશમાં હાથ વડે કાંતીને અને હાથ વડે વણાટ કરીને બનાવવામાં આવેલા કાપડ (વસ્ત્ર)ને કહેવામાં આવે છે. ખાદી વસ્ત્ર સૂતરાઉ, રેશમ અથવા ઊન હોય શકે છે. ખાદી વસ્ત્ર માટે બનાવવામાં આવતું સૂતર હાથ વડે ચલાવવામાં આવતા ચરખાની સહાયતા વડે બનાવવામાં આવે છે. ખેર, ખાદીનો કુર્તો યાને ખાદી વસ્ત્રોની ખાસ વિશેષતા એ છે કે તે શરીરને ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે.

ભારત દેશની સ્વતંત્રતાના આંદોલનના સમયમાં ખાદીનું ખૂબ જ મહત્ત્વ રહ્યું હતું. ગાંધીજીએ ઇ. સ. ૧૯૨૦ પછીના દશકમાં ગામડાંઓને આત્મનિર્ભર બનાવવાને માટે ખાદીના પ્રચાર-પ્રસાર પર ખૂબ જ જોર આપ્યું હતું. આજે પણ ભારત દેશનો રાષ્ટ્રધ્વજ માત્ર ખાદીના કાપડમાંથી જ બનાવવામાં આવે છે. અલબત, ગાંધી ટોપી ખાદીમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ ટોપી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા પહેરવામાં આવતી હતી, સ્વતંત્ર ભારતમાં રાજકારણીઓ અને રાજકીય કાર્યકરો દ્વારા આ ટોપી પહેરવાની પ્રતીકાત્મક પરંપરા બની.
ગોપીપુરા, સુરત          – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top