વિસાવદરની ચૂંટણી આવી અને ગઈ. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ આખી ફોજ ઊતારી અને આમ છતાં આ ફોજ અને બેફામ નાણાંકીય સાધનો ઉપર આપના ગોપાલ ઇટાલિયા ભારે પડ્યા. આ બધું હવે ઇતિહાસ થઈ ગયું છે એટલે એની વધુ કડાકૂટમાં પડતો નથી. હર્બટ સ્પેન્સર નામના એક મોટા ઇતિહાસવિદ્ થઈ ગયા. એણે કહ્યું છે કે, ‘ઇતિહાસનો જો કોઈ સૌથી મોટો પદાર્થપાઠ અથવા બોધ હોય તો એવો છે કે, માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી.’ ત્યારે સૌરાષ્ટ્રમાં મૂળ નાખી રહેલી આમ આદમી પાર્ટી એમના માટે ભારતીય જનતા પાર્ટીનું નુકસાન કરતાં એનાં ગલગલિયાં થતાં હશે પણ એ આખોય વિચાર કેટલો ખોટી દિશાનો છે અને એનો પર્દાફાશ વિસાવદરનાં પરિણામો કરે છે. આજે એની વાત કરવી છે.
આખીયે વાતને સમજવા માટે વિસાવદરની પેટાચૂંટણીમાં આપ, કોંગ્રેસ તેમજ ભાજપનો દેખાવ કેવો રહ્યો તે સમજવું ખૂબ જ ઉપયોગી થઈ પડશે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર મત વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી જીત્યા હતા. તે સમયે કોંગ્રેસ અને બીજેપી બંને પક્ષો આ ચૂંટણી હારી ગયા હતા. આમ વિસાવદરની પેટાચૂંટણી આવી તે પહેલાં ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની સામાન્ય ચૂંટણીમાં વિસાવદર મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટી વિજયી થઈ હતી.
હવે આવીએ અગત્યની અને મૂળ વાત પર. આ વાત છે, ૨૦૨૫ની વિધાનસભાની પેટાચૂંટણી અંગેની. વિસાવદર મતવિસ્તાર માટે આપના ગોપાલ ઇટાલિયા ૫૧.૦૪ ટકા મત સાથે વિજયી થયા. બીજા નંબરે ભાજપના કિરીટ પટેલ ૩૯.૨૪ ટકા મત સાથે આવ્યા અને છેલ્લા નંબરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા નગણ્ય કહી શકાય એવા ૩.૭ ટકા મત મેળવી ગયા. આ આંકડા ઇલેક્શન કમિશનના જૂન, ૨૦૨૫માં થયેલ વિસાવદર પેટાચૂંટણીમાંથી લીધા છે. આગળ સંશોધન કરતાં ત્રણેય પક્ષોને વિસાવદર વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલા મત મળ્યા તેની સરખામણી કરીએ તો અધિકૃત ડેટા પરથી નીચે પ્રમાણેની વિગતો મળે છેઃ
મૂળ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૪૦.૩૬ ટકા મત મળ્યા હતા, જ્યારે પેટાચૂંટણીમાં ૩૯.૨૪ ટકા એટલે કે માત્ર ૧.૦૬ ટકા ઓછા મળ્યા છે. એનો સીધો અર્થ એ થાય કે આપના આટલા ઝંઝાવાત વચ્ચે પણ ભાજપના મતમાં ધોવાણ થયું નથી અને મહદ્ અંશે ભાજપે જે તાકાત સામે લગાડી હતી તે એના ઉમેદવારને જીતના કિનારા સુધી લઈ આવી છે.
આની સામે અગાઉની ચૂંટણીમાં કૉંગ્રેસના ૧૧.૫૭ મત મળ્યા હતા તેનું ધોવાણ થઈને માત્ર ૩.૭ ટકા જેટલા રહ્યા. આમ આદમી સૌરાષ્ટ્રમાં જો ત્રીજા બળ તરીકે ઉપસે તો સૌથી મોટી ચિંતા કૉંગ્રેસે કરવાની જરૂર છે, કારણ કે અગાઉની વિધાનસભાની ચૂંટણીની માફક આ વખતે પણ આપએ કોંગ્રેસની મતબૅન્કમાં જ ગાબડું પાડ્યું છે, એટલે ન કરે નારાયણ અને વળી પાછો કૉંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે ત્રિકોણિયો જંગ થાય તો કોંગ્રેસની નબળી સીટોના મત ભારતીય જનતા પાર્ટી તરફ વળે અને થોડાક આપ પણ લઈ જાય. આથી ઊલટું જ્યાં કૉંગ્રેસ મજબૂત હોય ત્યાં આપ કોંગ્રેસના મત તોડશે. ભાજપના વ્યૂહરચનાકારોએ આ પ્રકારની રચના ગોઠવાય તેવું ગોઠવ્યું હોય તો ચોક્કસ રીતે આપ ભાજપની બી ટીમ પુરવાર થશે.
આમ, આમ આદમી પાર્ટી કોંગ્રેસના જ મત કાપશે. આ બાબતમાં કોઈના પણ મનમાં શંકા હોય તો વિસાવદરનાં પરિણામોએ એ તોડી નાખી છે. વિસાવદરનાં પરિણામોમાંથી બીજો એક બોધ એ પણ નીકળે છે કે, આપ જ્યાં જ્યાં પોતાનાં મૂળિયાં નાખે છે ત્યાં એ પોતાનો મતાધાર વધારે છે. પહેલાં કોંગ્રેસને એકલી બીજેપી ફટકારતી હતી. હવે આપ પણ જ્યારે જ્યારે મોકો મળે ત્યારે કોંગ્રેસનો વાંહો લાલ કરવાનું ચૂકતી નથી. એ પછી ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા. રાજુ કરપડા હોય કે પછી ઈશુદાન ગઢવી. ભાજપની માફક જ કોંગ્રેસવિરોધી વાતો કરવાનું એમને ફાવે છે.
અગાઉ ૨૦૨૨માં ચૂંટાયેલા ધારાસભ્ય રાજુ પટેલને એક સરકારી કર્મચારી સાથે મારામારી કરવા બદલ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. સ્થાનિક કોર્ટે રાજુ પટેલને પોલીસ અધિકારી સાથે મારામારી કરવા બદલ ગુનેગાર ઠેરવી બે વર્ષની સજા કરી હતી. કોઈ પણ એમ.પી. અથવા એમ.એલ.એ.ને રેપ્રેઝન્ટેશન ૧૯૫૮ની કલમ-૮ મુજબ જો બે વર્ષ અથવા તેથી વધારે સજા કરવામાં આવે તો તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવામાં આવે છે.
આ કારણસર વિધાનસભામાં કડી મતવિસ્તારમાંથી ચૂંટાયેલ ધારાસભ્યની જગ્યા ખાલી પડી હતી. આ રાજુ પટેલને બીજી વાર બીજેપી દ્વારા ચૂંટણીમાં ઊભા રખાતાં તેઓ અગાઉની ૪૮૭૭૧ મતની લીડ વધારીને ૭૯,૫૧૭ મતથી ચૂંટાઈ આવ્યા હતા. આમ બીજેપી અગાઉ કરતાં વધુ લીડથી (૫૯.૦૬ ટકા મત સામે ૬૩.૭૯ ટકા મત) ચૂંટાવી લાવવામાં સફળ રહી હતી. જ્યારે કોંગ્રેસને ૨૦૨૨માં ૩૩.૬૮ ટકા મત મળ્યા હતા તે ઘટીને ૩૧.૦૫ ટકા અને આપને ૪.૧૭ ટકાને બદલે ૩.૨૯ ટકા મત મળ્યા હતા. આમ, જ્યાં ભાજપનો મતદારોમાં હિસ્સો ખૂબ મોટો હોય ત્યાં આપ ભાજપને નુકસાન કરતી નથી.
આગામી ચૂંટણીઓમાં આપ પોતાનાં વધારે ઉમેદવારો ઊભાં રાખશે અને વિસાવદરવાળી કરવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં આ વખતે પણ આપ કોંગ્રેસના મત કાપશે અને વળી પાછી ભારતીય જનતા પાર્ટીની સરકાર એની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત ભાજપ સંચાલિત જ રહેશે એટલે વધુ પાંચ વર્ષનો પટ્ટો આપ ‘વોટ કટવા’તરીકે કોંગ્રેસના વોટ કાપીને ભાજપની બી ટીમ તરીકે એને મદદરૂપ થવાનું કામ કરશે. લાગણીના આવેશમાં મતદારના હાથમાં ‘બકરું હોય તેને વારંવાર કૂતરું છે, કૂતરું છે’ એમ કહી ફેંકાવી દેવામાં આમ આદમી પાર્ટીની વિસાવદરવાળી કે પછી વસોયાવાળી કૂટનીતિ ગુજરાતની પ્રજા હજુ પણ નહીં સમજે તો ફરી પાછી ભાજપને પાંચ વર્ષ માટે સત્તાના સિંહાસને બેસાડશે.
હજુ આમાં તાજેતરમાં જે ૯ જેટલી નગરપાલિકાઓ અને ૧૭ જેટલા તાલુકાઓ થકી શહેરી મતને એના તરફ વાળવા માટેની ચાલ ચાલી ચૂકી છે તે જોતાં ગુજરાતમાં ભાજપ સામે, ૧૯૯૦માં કોંગ્રેસ સામે જે રીતે જનતા દળ ગુજરાત અને ભાજપ એક થઈને ચૂંટણી લડ્યા હતા તે રીતે સાચા દિલથી કોંગ્રેસ અને આપ એક નહીં થાય અને કોંગ્રેસ એના મતદારને પાછો જીતી લેવા માટે આક્રમક સંગઠનની રચના કરી સોશ્યલ મીડિયાથી માંડી બધા જ ક્ષેત્રે આક્રમક વ્યૂહરચના નહીં અપનાવે અથવા અગાઉની એની જે નબળાઈઓ હતી તેમાં ફસાવાનું ચાલુ રાખશે તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કદાચ બહુ ફરક નહીં પડે પણ વિધાનસભાની ચૂંટણીઓ ભાજપ બાજ જેમ ખિસકોલીને ઉપાડી જાય તેમ આક્રમકતાથી જીતી જાય એવું બનવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આપ પાસે જ્યાં કૉંગ્રેસ જીતે એમ હોય ત્યાં ઉમેદવારો ઊભાં રખાવી અને ભાજપને જીતાડવાની રમત આ વખતે રમાય તો ગુજરાતના મતદારોએ આમ આદમીની આ કૂટનીતિને નિષ્ફળ બનાવવા સુસજ્જ બનવું પડશે. એથી ઊલટું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જો આપ અને કોંગ્રેસ સમજૂતીથી ચૂંટણી લડશે તો ભાજપ માટે આવનાર વિધાનસભા કપરાં ચઢાણ હશે. ભાજપમાં અત્યારે ઠેરઠેર અસંતોષ જોવા મળે છે ત્યારે કોંગ્રેસ એનો કેટલો ફાયદો લઈ શકશે તે જોવાનું રહેશે. અત્યારના વાતાવરણનો કૉંગ્રેસ જો ફાયદો ન લઈ શકે અને આપ ભાજપ સાથે સાંઠગાંઠની રાજનીતિ રમશે તો ગુજરાતનું ભાવિ ઊજળું નથી દેખાતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.