Charchapatra

સેલ્યુટ ટુ ધ પોલીસ

ગુજરાત મિત્ર તા.૨૧/૧૦/૨૫ ના અખબારમાં પોલીસ સંભારણા દિવસે સેલ્યૂટ ધ પોલીસ. ની વિશેષ પૂર્તિ બહાર પાડી તેમાં પોલીસની આખા વર્ષની સારી કામગીરીને ઉજાગર કરી છે, આમ આદમીની પોલીસ પ્રત્યેની નેગેટિવ છાપ દૂર કરવાનો પ્રયત્ન કરેલ છે. જુનીનવી ફિલ્મમાં પોલીસ ચોરી લૂંટફાટ મારામારી, તોફાનો બધુ પૂરું થઈ ગયા પછી આવે એવી છાપ અને ડાયલોગ છે પણ હવે એવુ નથી.પોલીસ ડીપાર્ટમેન્ટ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અને ઝડપી ગુનાઓ ઉકેલી નાંખે છે. સુરત પોલીસ ની “ શી.ટીમ” માનવતાની નવી મિસાલ સ્થાપિત કરી રહી છે. શી ટીમ માત્ર કાયદાના રક્ષક જ નહીં, પરંતુ સમાજની સંવેદનાની પ્રતિબિંબ બની રહી છે.

ગુ.મિત્ર 162 વર્ષ ની સફર માં એક આદર્શ પત્રકારિતાની છાપમાં ઉમેરો કર્યો છે, તેઓ પોલીસની નિષ્ક્રીયતા, ભૂલોને પણ  બેધડક દૈનિક છાપામાં રજૂ કરે છે. મેં ઘણા વર્ષ પહેલા એક પોલીસ અધિકારી શ્રી જોરાવરસિંહ જાડેજા ની નવલકથા “ હૈયું કલમ અને કટારી “ વાંચી હતી, પોલીસનું પણ હૈયું હોય છે, તેઓ પણ માણસ છે, તેઓનો પણ પરીવાર છે અને પર્સનલ લાઇફ છે છતા તેઓ ઘણુ ગુમાવીને આપણા જાનમાલની રક્ષા કરે છે, તેઓ છાશવારે ગોઠવાતા રાજકીય કાર્યકમની બંદોબસ્ત માટે વધારાની જવાબદારી નિભાવે છે, તહેવારોમાં વધુ બંદોબસ્ત કરવાનો હોવાથી પરિવાર સાથે તહેવાર પણ મનાવી શકતા નથી.
ગીતાનગર, કીમ   – પી.સી.પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top