ઉત્તર કોરિયાની‘વર્કર્સ પાર્ટી ઑફ કોરિયા (WPK)’ની સ્થાપના ૮૦ વર્ષ પહેલા થઈ હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ એમની પાર્ટીની સ્થાપનાના ૮૦ વર્ષની ઊજવણી માટે ક્યોંગ ગેંગ પહોંચ્યા, એ તારીખ હતી ૯ ઑક્ટોબર, ૨૦૨૫. ઉત્તર કોરિયાને કિમ જોંગ સમાજવાદી સ્વર્ગ ગણાવે છે. ૮૦ વર્ષથી આ પાર્ટી શાસનની ધૂરા સંભાળી રહી છે. પ્રસંગને અનુરૂપ ભાષણ આપતા કિમ જોંગ ઉન પોતે દાખલ કરેલા આર્થિક સુધારા તેમજ નીતિઓને કારણે આજે ઉત્તર કોરિયા વિશ્વના અન્ય દેશો સામે ઉન્નત મસ્તકે એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભું છે, તેને કિમ જોંગ પોતાની નીતિઓની સફળતા ગણાવે છે.
કિમ જોંગના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાનું વર્ચસ્વ વધી રહ્યું છે અને ગરીબીને દેશવટો આપી આ દેશ સમૃદ્ધ સમાજવાદીઓના સ્વર્ગ તરીકે ઉપસ્યો છે. વર્કર્સ પાર્ટી ઑફ કોરિયાની આ ઉજવણી માટે એકઠા થયેલા લોકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમ ખાતે કિમ જોંગે પોતાના સંબોધનમાં થોડુંક આશ્ચર્ય પમાડે તેવું સ્ટેટમેન્ટ કરતા જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાની સામ્યવાદી સરકારે ૮૦ વર્ષના એના શાસન દરમિયાન સમ ખાવા પૂરતી એક ભૂલ પણ કરી નથી. પોતાના નાગરિકોનું ગૌરવ અને સલામતીને કેન્દ્રસ્થાને રાખીને પોતાના નાગરિકોની તાકાત તેમજ શાણપણને આધારે દેશ પ્રગતિ કરતો રહ્યો છે. આજે વિશ્વ સામે ઉત્તર કોરિયા ઉન્નત મસ્તકે ઊભું છે ત્યારે એવો કોઈ પણ અવરોધ નથી જેને પહોંચી વળવાની તાકાત આ દેશ ન ધરાવતો હોય.
કિમ જોંગના મત મુજબ ઉત્તર કોરિયા આજે દુનિયાથી એકલું-અટૂલું પડીને પોતાની અણુઊર્જા ક્ષમતા વિસ્તારવામાં અનેક પ્રકારના અવરોધો અનુભવી રહ્યું છે. આ પહેલાં ગયા મહિને કિમ જોંગ ચીન જઈ આવ્યા. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો અને જાપાને બીજી સપ્ટેમ્બરના દિવસે શરણાગતિ સ્વીકારી તેની યાદમાં દર વર્ષે ત્રીજી સપ્ટેમ્બરને ચીન ‘વિક્ટરી ડે’ તરીકે ઓળખે છે. ગયા મહિને ત્રીજી સપ્ટેમ્બરે આ નિમિત્તે યોજાયેલ જંગી મિલિટરી પરેડમાં રશિયાના પુતિન સાથે શી જિનપિંગ અને કિમ જોંગ ઊભા હોય તેવો ફોટો માધ્યમોમાં ચમક્યો છે. ચીનના વડા શી જિનપિંગ દ્વારા બેઇજિંગ ખાતે યોજાયેલ વિક્ટરી પરેડમાં રશિયાના પુતિન અને અન્ય વીઆઇપી મહેમાનોની હાજરીમાં સામરિક રમતો તેમજ અંગ-કસરતના અન્ય પ્રયોગો યોજાયા હતા.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ આખીયે ઘટનાને ઉત્તર કોરિયા, ચીન અને રશિયાની અમેરિકા સામે કાવતરું કરી રહેલ ટોળકીનું કરતબ જણાવ્યું હતું. આ લોકો ભેગા થઈને આવું કાવતરુ કરતા હશે તેની કલ્પના તો વિશ્વમાં કોઈએ નહીં કરી હોય. પોતાના ટ્વિટર હેન્ડલ‘ટ્રુથ સોશિયલ’ ઉપ૨ શી જિનપિંગને ઉદ્દેશીને કરાયેલ ટ્વિટમાં ટ્રમ્પ લખે છે કે, ‘પુતિન તેમજ કિમ જોંગને મારી ઉષ્માભરી યાદ આપજો. તમે ત્રણેય જણા ભેગા થઈને અમેરિકા સામે કાવતરું ઘડી રહ્યા છો.’ ઉત્તર કોરિયાનો પાડોશી દેશ દક્ષિણ કોરિયા છે જેની સાથે તેના સંબંધો સારા નથી. ઉત્તર કોરિયાને ચીન અને રશિયા સાથે સારું બને છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયા હવે વિશ્વથી સાવ અળગું હોય એવું રહ્યું નથી.
આ અભિપ્રાય પાછળનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉત્તર કોરિયા ચીન તેમજ રશિયા તરફ ઢળ્યું છે અને એક જમાનામાં જેને આપણે શીતયુદ્ધનો જમાનો કહેતા હતા ત્યારે વિશ્વ બે છાવણીઓમાં વહેંચાયેલી હતી, જેમાં એકનું નેતૃત્વ મૂડીવાદી અમેરિકા અને બીજી છાવણીનું નેતૃત્વ સામ્યવાદી રશિયા કરતું હતું, આજે પણ છાવણીઓ તો બે જ રહી છે, વિચારધારાઓ પણ મૂડીવાદ તેમજ સામ્યવાદ તરફી રહી છે પણ રશિયાએ પોતાનું નેતૃત્વ ગુમાવ્યું છે, જ્યારે મૂડીવાદી છાવણીનું નેતૃત્વ ઘસાયું છે ખરું પણ તોય અમેરિકા હજુ એ છાવણીને દોરે છે. આજે સામ્યવાદી છાવણીનું નેતૃત્વ રશિયા પાસેથી ચીનના હાથમાં ગયું છે અને સામ્યવાદની છાવણીમાં ચીને પોતાનું વર્ચસ્વ મજબૂતાઈથી જમાવ્યું છે એમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.