આજે ત્રીસ-ચાલીસ વર્ષ બાદ ભાજપના જ હાલના કોઈ મંત્રી વડાપ્રધાન-નરેન્દ્ર મોદીના નિર્ણયો ભૂલભર્યા જણાવે અને ફાઈલો પરના અલગ અલગ અભિપ્રાયો પર આધાર રાખે તો ચલાવી લેવાશે? જો પી. ચિદમ્બરમના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સાર્વભૌમ કાર્યો બાબતમાં પણ વખોડવાની છૂટ આપવામાં આવે તો બંધારણની કલમ 75 (4) શેડ્યુલ ત્રણ હેઠળ લેવાયેલ ગુપ્તતાના સોગંદનો શો અર્થ રહેશે? શું મંત્રી પદ ધારણ કરતા પહેલા લેવાયેલ ગુપ્તતાના સોગંદ વડાપ્રધાનની હયાતી સુધી અમલમાં રહેવા જોઈએ? એ કરતા તો એ અનુકૂળ રહેશે કે 1967 થી 2014 સુધીની તમામ ફાઈલો ગુપ્તતાના બંધનોમાંથી મુક્ત કરવી.
દાઉદ ઈબ્રાહીમની ફાઈલો કે એન.એન. વોરા કાર્યવાહીના 1993ના અહેવાલમાં ઢાંકી રખાયેલા દાઉદ ઈબ્રાહીમના ભારતીય સાથીઓ અંગે પી.ચિદમ્બરમ કોઈ નિવેદન આપવા તૈયાર છે? મંત્રીઓ જ જો ગુપ્તતાના શપથ ભંગ કરવા માંડશે તો સોગંદની પવિત્રતા કેવી રીતે જળવાશે? કાલ ઉઠીને શપથભંગ કરી ભારતના હિતશત્રુઓને માહિતી ન આપશે કે આપી પણ હોય તે કોણ કહી શકે? મંત્રીઓ ગુપ્ત ફાઈલો મોબાઇલમાં સ્કેન કરી લઈ જતા હોય તો કોને ખબર? બીજો પ્રશ્ન એ છે કે શું પી.ચિદમ્બરમને પૂર્વજ્ઞાન થયું છે કે તેમને પડતર કેસોમાં લાલુ યાદવની જેમ સજા થશે? ભૂતપૂર્વ વડાપ્રધાનની ટીકા કરીને તેઓ દયાની અરજી તો નથી કરી રહ્યા ને?
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.