Charchapatra

તમે રૂમાલ ખરીદો છો, ત્યાં સુધી માં આંસુ સૂકાય જાય છે,

રતિલાલ’અનિલ’ નાં ચાંદરણામાં જીવનની ગહનતા સમાય જાય છે. એમના ચાંદરણા મિતભાષી શૈલીમાં કંડારાયેલી વ્યંગ કણિકાઓ જ નહી. પરંતુ સાંપ્રાત સામાજિક જન જીવનનું એમાં પ્રતિબિંબ જીલાય છે. તેઓ હયાત હતા ત્યારે લગભગ વીસેક વર્ષ પહેલા એક શુભ દિને એમને મળવાનું થયું હતું, એમના જણાવ્યા મુજબ એમના સમયમાં હાથશાળ હતા, ઉપલી માળના સંચામશીન જે પછીથી આવ્યા, એમાં એક રૂપિયો લગભગ રોજના કમાતા, મહિને પચ્ચીસ, ત્રીસ રૂપિયાની કમાણી થતી, મેં કૂતુહલવશ પૂછ્યું એટલામાં થઇ રહેતું હશે? એમણે કહ્યું અરે!

એટલા તો બહુ કહેવાય. પચ્ચીસ, ત્રીસ રૂપિયા મહિને કમાતા, ત્યારે પંદર, સત્તર રુપયે તોલો સોનુ ત્યારે એક તોલો અગ્યાર ગ્રામ આસપાસ ગણાતું, જોકે એ વખતે આવકના પ્રમાણમાં વસ્તુની કિંમત જળવાયેલી રહેતી હશે, ત્યારે રૂપિયો ગાડાના પૈડાં જેવો હતો, આજે રીક્ષાનાં પૈડાં જેવો થઇ ગયો, કે કરી નાખ્યો? ત્યારે રૂપિયો પંચધાતુનો હતો, હાલ લોખંડનો કરી નાખ્યો, આજે પચ્ચીસ, ત્રીસ હજાર મહિને કમાતો હોય, તો સોનુ પંદર, સત્તર હજાર રુપયે તોલો નથી, આર્થિક અસમાનતા વધતી ગઈ, આમ જ જો અસમાનતા વધતી રહેશે તો ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ થઈ જશે, મધ્યમ વર્ગ ગરીબ થઇ જશે અને ગરીબ વર્ગ મરણ ને શરણ થઇ જશે.
સુરત     – દિવ્યેશકુમાર ફૈજા ભગત    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top