National

ચીનની આ મિસાઈલની જેમ ભારતની Astra-II હવે વધુ ઘાતક બનશે

ભારત પોતાની રક્ષણ શક્તિ વધારવાના દિશામાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. DRDO હવે Astra Mark-II મિસાઇલમાં ચીનની PL-15 જેવી અદ્યતન સુવિધાઓ સામેલ કરશે. જેના કારણે આ મિસાઇલ વધુ ઝડપી અને ઘાતક બનશે.

ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) હવે Astra Mark-II મિસાઇલને નવી ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અપગ્રેડ ચીનની PL-15 મિસાઇલના વિશ્લેષણ પછી કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી PL-15E મિસાઇલ પંજાબના હોશિયારપુર નજીકના ખેતરમાં મળી આવી હતી. જેને DRDO એ વિગતવાર રીતે તપાસી તેની અદ્યતન સુવિધાઓનું વિશ્લેષણ કર્યું હતું.

આ મિસાઇલ ભારતીય વૈજ્ઞાનિકો માટે એક અનોખી તક સાબિત થઈ હતી કારણ કે તે વિસ્ફોટ વિના અકબંધ મળી આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની મિસાઇલો સ્વ-વિનાશ પદ્ધતિ ધરાવે છે પરંતુ આ મિસાઇલમાં તે ન હોવાથી DRDO ને તેની ટેકનોલોજીનું અભ્યાસ કરવાની તક મળી.

DRDOના સ્ત્રોતો મુજબ PL-15 મિસાઇલમાં એવી સુવિધાઓ છે. જે તેને Mach 5થી વધુ ગતિએ ઉડાન ભરી શકે છે. તેમાં અદ્યતન AESA (Active Electronically Scanned Array) રડાર સિસ્ટમ અને anti-jamming ક્ષમતાઓ છે. જે તેને શત્રુના રડાર અને સિગ્નલમાંથી બચાવતી બનાવે છે. હવે આ સુવિધાઓ Astra Mark-II મિસાઇલમાં સામેલ કરવામાં આવશે.

આ પગલું ભારત માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે Astra-II મિસાઇલ પહેલેથી જ સ્વદેશી રીતે વિકસિત “Beyond Visual Range” મિસાઇલ છે. નવી ટેકનોલોજી ઉમેરાયા બાદ તે ચીન અને પાકિસ્તાન જેવી દુશ્મન તાકતો સામે વધુ અસરકારક બનેલી રહેશે.

હાલમાં DRDOએ સંરક્ષણ મંત્રાલયને PL-15 મિસાઇલના વિશ્લેષણનો વિગતવાર અહેવાલ સોંપ્યો છે. અહેવાલ અનુસાર ચીનની મિસાઇલ ટેકનોલોજી ખાસ કરીને રડાર અને પ્રોપલ્શન ક્ષેત્રમાં ખૂબ અદ્યતન છે. ભારત આ ટેકનોલોજીને પોતાના સ્વદેશી સંશોધન સાથે જોડીને વધુ શક્તિશાળી Astra-II મિસાઇલ તૈયાર કરી રહ્યું છે.

આ રીતે Astra-II નો અપગ્રેડ ભારતની રક્ષણાત્મક ક્ષમતાને નવા સ્તરે લઈ જશે અને ચીન-પાકિસ્તાનની હવાઈ શક્તિને ટક્કર આપશે.

Most Popular

To Top