Charchapatra

કપાસની ખેતી વિશે

તા. ૧૧/૧૦/૨૫ નું ગુ. મિત્રનું પ્રકાશ સાહેબના ચર્ચાપત્રમાં કપાસની ખેતી વિશે વાંચી મને પણ ૫૦ વર્ષ પહેલાંની અમારી કપાસની ખેતી વિશેની સ્મૃતિ તાજી કરાવી. દક્ષિણ ગુજરાત સાથે આખો કાનમ પ્રદેશ કપાસની ખેતીથી જાણીતો હતો, કોટન મીલને લીધે અમદાવાદની જાહોજલાલી હતી, અમો હાંસોટ તાલુકાના ૫૦ વર્ષ પહેલાં અમારા બાપ-દાદાઓ દિગ્વિજય કપાસની ખેતી કરતા હતા, ત્યારે ઈલાવ પંથકમાં પહેલા પારસીઓએ જીનિંગ ઉદ્યોગની શરૂઆત કરી હતી.

સૂતરના લાંબા તાંતણાની જરૂરિયાત ઊભી થવાથી હાઇબીડ કપાસ શંકર -૪નો પ્રવેશ થયો, સાહેબ ના ચર્ચા પત્રમાં જણાવ્યા પ્રમાણે કોઠળીવાળો કપાસ બિયારણ માટે તૈયાર કરવામાં આવતો, જે કપાસના ખેતરોની શોભા રંગબેરંગી ફૂલો જે બાગબગીચા કરતા પણ ખેતરોની શોભા વિશેષ હતી, સુગર ફેકટરી આવ્યા બાદ કપાસની ખેતી ઓછી થઈ ગઈ. અમારી પ્રાથમિક શાળામાં લાકડાની હાથ શાળ વણાત મશીન હતું, શાળાના ખેતરમાં જ કપાસ વાવીને, કપાસની પૂણી બનાવી રેંટિયો દ્વારા સૂતરનો ધાગો કાંટવામાં આવતો જે આખી પ્રોસેસ પ્રાથમિક બુનિયાદી શાળામાં થતી હતી, મનુભાઈ પંચોળીના કહેવા મુજબ ખાદી એ ગાંધીજીની વિધવા બની ગઈ. 
કીમ      – પી.સી.પટેલ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top