માણસ મનને હળવું કરવા શું શું કરે? યોગા, કસરત, મેડિટેશન, સંગીત સાંભળે, ગમતી રમત રમે કે ચલચિત્ર જોવે કાં તો પોતાને મન ગમતી વસ્તુ કરવાં માંડે છે પણ આજે સવારે હું મંદિરે બેઠો હતો ત્યાં એક મારી મિત્ર આવી એમને હું ઘણા સમય પછી મળ્યો હતો. કેમ છો મને ઓળખો છો એમ કહીને બધી વાતો કરવા માંડ્યા એમણે એટલી બધી વાતો એમના ઘરની કરી એમના જીવનમાં આવી પડેલા દુ:ખ-સુખની વાતો કરી, પાંચ સાત વર્ષે હું મળ્યો તેની આખી વાર્તા એમણે મને કરી નાખી. મને એવો વિચાર આવતો હતો કે આ બધી વાતો મને કેમ કરતાં હશે? પણ એમની બધી વાત મે સાંભળી અને છેલ્લે મને કીધું કે આવી બધી વાત હું કોને કહું આજે તમે મળ્યા એટલે કીધું. પછી એમના મોંઢા પર જે સ્મિત હતું એ જોવા જેવું હતું, આખો ચહેરો ખુશીથી છવાય ગયો પછી મને એવું લાગ્યું કે આ બધી વાતોથી એમના મનને કદાચ હળવાશ મળી હોય…
મોરીઠા, માંડવી – કરુણેશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અસુરક્ષિત ભારત
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો દ્વારા જાહેર થયેલ ડેટા મુજબ ટોચના 10 અસુરક્ષિત શહેરોમાં સુરતનું સ્થાન ત્રીજા ક્રમે આવ્યું છે અને બીજા જે નવ નામો અસુરક્ષિત શહેરોમાં આવ્યા છે ત્યાં પણ કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ કઠરેલ છે અને તેઓનું ધ્યાન બીજે રહેતુ હશે તો જ આ ક્રાઈમ રેટ વધ્યો છે એવું માનવાને કારણ મળે છે આ કોલમ પરથી વારંવાર લખવામાં આવ્યું છે કે શહેરમાં રખડતા ભિખારીઓ, ધાર્મિક વેશમાં ફરતા વ્યક્તિઓ, વાહન ચાલકો, ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતી મહિલાઓને બાળકો જેવા રખડતા રજડતા લોકોના ભારતીય હોવાના પુરાવાઓ તપાસવાનો કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાએ કરવો જોઈએ પણ આપણે તો હેલ્મેટ નથી પહેરી, બેલ્ટ નથી બાંધ્યો. સિગ્નલ પર નથી ઊભો રહ્યો.. એ બધું કરીને કાયદો અને વ્યવસ્થાને ખૂબ કામ કરતો હોય તેવો સીનારીઓ ઊભો કરવામાં આવે છે પણ શહેરમાં રખડતા અસામાજિક તત્વો અને સ્લીપર સેલ જેવા પર કોઈ ખાસ નિયંત્રણની વ્યવસ્થા જોવા મળતી નથી, સુરતનું નામ પણ ત્રીજા સ્થાને અસુરક્ષિત શહેરમાં આવી ગયું ત્યારે કાયદો વ્યવસ્થાના રક્ષકો સુરત શહેરને અસુરક્ષિત શહેરની યાદીમાંથી કાઢવા માટે પ્રયત્નશીલ રહેશે કે પછી તેમાં પણ પ્રથમ ક્રમે લાવીને મૂકી દેશે?
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.