Charchapatra

તાપી જિલ્લામાં નારી શક્તિનું ઉમદા કાર્ય ‘જીવન વહળ

ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને ભવિષ્યની નારી માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. દરેક ગામડાની મહિલાઓ માટે જૂથ બનાવીને મહિલા બચત યોજના શુભારંભ કરતા હોય છે. આમ મહિલાઓ નાની મોટી બચત કરીને તેમાંથી ધિરાણ મેળવી પોતાનો વ્યવસાયનો પાયો નાખી શકે તે માટે જરૂરી છે અને તે સરકારે પૂરું પાડ્યું પણ ઘણીવાર એવું બને છે. મહિલા આગેવાન તરીકે સક્ષમ હોય તો જૂથ બંધ નથી થતું મહિલાની એક વ્યવસાયિક પ્રવૃત્તિ પર પુરુષો કાપ મુકવાનો કીમિયો અજમાવે છે. ડોલવણ તાલુકામાં જીવન વહળ બરડીપાડા સંસ્થા દ્વારા મહિલાઓ માટેનું બનાવેલું જૂથ આજે પણ અડીખમ છે.

પચાસ હજારની ઈમરજન્સીમાં વ્યવસ્થા કરવાની હોય તો મહિલા આસાનીથી જીવનવહળ જૂથમાંથી મેળવી શકે છે. આ જૂથ આજે પણ અવિરત ચાલવાનું કારણ મહિલા સુકાની સશક્ત અને મજબૂત નિર્ણય લઈ શકે તેવું મેનેજમેન્ટ મળ્યું છે. આજની નારી શક્તિ મજબૂત હોય જેનું સાચોટ ઉદાહરણ જીવન વહળ બરડીપાડા જૂથ થી મળે છે. આવા સળંગ ચાલતા અને લાંબા સમય સુધીના આવા ગ્રુપને સરકારે વાર્ષિક રીતે પ્રોત્સાહિત કરવું જોઈએ. જેથી કરીને આખા ગુજરાતની મહિલાઓ કાયમ માટેની પ્રેરણા મળતી રહે આવા જૂથને ઘણીવાર ધર્મ કે રાજકારણ જેવા ગ્રહણ નડે છે.આવા સમયે સમય આવતા ગ્રહણ થી મહિલાઓએ વાકેફ થવું જોઈએ.
તાપી    – હરીશકુમાર ચૌધરી  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top