Charchapatra

ઘરની સફાઈ, આત્માની સફાઈ

દિવાળીના તહેવારના દિવસો નજીક આવ્યા એટલે ગૃહિણીઓ ઘરની સફાઈ કામમાં જોતરાઈલી રહે છે. ઘરની સાફ-સફાઈ ઉપરાંત જૂનું-તૂટેલું ફર્નિચરને કાઢી નાંખે અને નવી સજાવટ કરતી હોય છે. નકામી-રદ્દી વસ્તુઓ એકત્ર કરીને ભંગારમાં આપી દેતી હોય છે. હાલમાં એક રમુજી કિસ્સો બન્યો, અમારા મહોલ્લામાં એક ભંગારવાળો એક બહેનને કહેતો હતો બેન કોઈ જૂની તૂટેલી વસ્તુ હોય તો આપો, સારા પૈસા આપીશ બહેન કહે, હમણાં તમારા ભાઈ ઘરે નથી, તે આવે ત્યારે આવજો (ગુજરાતી ભાષાના કેવા અર્થ થાય છે તે જાણો) આમ દિવાળીનો તહેવાર નવી રોશની, ઊર્જા, આશા-અપેક્ષા લઈને આવે છે પરંતુ જેમ ઘરની સાફ-સફાઈ કરવામાં આવે છે, તેવી રીતે દરેક વ્યક્તિએ પોતાના અંતર-આત્માની સફાઈ કરવી જોઈએ. દિલમાં રહેલા ખોટા વિચારો કામ-ક્રોધ, લોભ, મોહમાયાને તિલાંજલી આપવી જોઈએ અને સદભાવના, સદકાર્યોનુ સિંચન કરવું જોઈએ. કેમકે દરેક પ્રત્યે સદભાવ રાખો તો સદભવનાનું નિર્માણ થાય છે.
તરસાડા , માંડવી          – પ્રવિણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top