Kalol

કાલોલના ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાજરૂના કામોમાં ભ્રષ્ટાચાર

કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ટીડીઓને રજૂઆત


કાલોલ :
કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર દ્વારા તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત બનેલા જાજરૂના કામોમાં ભ્રષ્ટાચારને લઈ કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત શુક્રવારના રોજ કરવામાં આવી હતી.

કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત બનેલા વ્યક્તિગત જાજરૂ સરકારના ધારાધોરણ મુજબ અને નિયમો અનુશાસન બનેલા નથી. તે કામોમાં ગેરરીતીઓ થઈ છે. બનેલા સંડાસ પર અનેકવાર અલગઅલગ નામોના કેસો કરી ડુપ્લીકેશન થયા હોય તે કામોના નાણા તાલુકા પંચાયતના વિકાસ અધિકારી દ્વારા ચુકવવામાં ના આવે તેવી વિનંતી કરી છે. તેમ છતાં સરકારી નિયમોનુસાર અને ધારાધોરણ મુજબ તેમજ પુરતી તપાસ કર્યા સિવાય ચુકવવામાં આવશે તો આ અંગેની તમામ સંપૂર્ણ જવાબદારી કાલોલ તાલુકા વિકાસ અધિકારીની તેમજ તાલુકા પંચાયત કચેરીની રહેશે તેવું લેખીત રજુઆતમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવ્યું છે.

Most Popular

To Top