ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ બનતું જાય છે. પાણી સામાન્યતા સફેદ જ હોય હવે તમને ભૂરા, કાળાં, લાલ, લીલારંગનું પણ ઉપલબ્ધ, પ્રજા પર રોગચાળો ફેલાવનાર જોવા મળે. વેસ્ટપાણીનો પ્રવાહ માનવવસ્તીમાં આપોઆપ તો ન આવી જાય. છોડવામાં આવે. 1984માં ઘડવામાં આવેલ પર્યાવરણ નિયમ હવાઇ ગયો ? કે નબળો પડી ગયો.
આમાનું કેટલુંક પાણી ઝેરી તત્ત્વ ધરાવે, તો મૃત્યુને જ આમંત્રણ ખેડૂત અનાજ, મસાલા, ફળ, ફુલ પકવે તેને માઠી અસર થાય. સૌથી વધુ ભોગ જગતનો કહેવાતો તાત જ બને છે. ક્યારેક ગંદુ વેસ્ટ પાણી ભૂગર્ભમાં પણ વહેવડાવી દેવાય. અતિશયપ્રવાહ પાકને સુધ્ધા નુકસાન કરે. દુષિત પાણી કરવા અધિકાર કોણે આપ્યો ? હવે તો ચોખ્ખુ શું મળે ? શોધવું પડે. ઓલપાડના કુડસદ વિસ્તારમાં રંગીન, ઝેરીલુ વહેતુ પાણી તેમાં પગ બોળો દાઝી જવાય એવા અહેવાલ વાચ્યા. હવા-પાણી તો શુધ્ધ જ હોવા અનિવાર્ય સરકારશ્રી ઘટતાં પગલાં લે એકાકાર શબ્દ ભૂંસે.
અડાજણ, સુરત- કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.