ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ
નાગરિકોને સ્વદેશી અપનાવવા અપીલ
વડોદરા: આત્માનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં નાગરિકોને સ્વદેશી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે. આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મુક્યો હતો, પ્રમુખે જણાવ્યું કે, 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. દેખા-દેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો. સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જનતાને અપીલ કરી હતી કે, હંમેશા સ્વદેશી અપનાવવું જોઇએ. જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ. ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે, સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે. ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે. ખાદીનું વેચાણ વધીને 1.70 લાખ કરોડનું થયુ છે. GSTના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે.
વડોદરાના સાંસદ ડૉ . હેમાંગ જોશી, વિધાન સભા દંડક બાલુભાઈ શુક્લ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. B