Charchapatra

ગુજરાતમિત્ર – સુરતની શાન, સચોટ સમાચારની ઓળખ!

દરરોજ સવારે “ગુજરાતમિત્ર” સાથે દિવસની શરૂઆત થવી એ જાણે રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. સુરતથી પ્રસિદ્ધ થતું આ દૈનિક પત્ર સાચા અર્થમાં જનમાનસની આવાજ બની રહે છે. તાજા અને વિશ્વસનીય સમાચાર સ્થાનિક મુદ્દાઓ પર ઊંડી નજર, નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારિતા, સૌંદર્યસભર ભાષા અને વાચનીય રજૂઆત સુરતની ધબકતી જીવનશૈલી અને ગુજરાતના હ્રદયમાં શું ચાલી રહ્યું છે – તે બધું એક જ પાનાંમાં રજૂ કરતો “ગુજરાતમિત્ર” ખરેખર મિત્ર જેવો સાથીદાર છે! “ગુજરાતમિત્ર” ને સલામ– સાહિત્ય, સંસ્કૃતિ અને સાચી પત્રકારિતાના મિત્રને!
પીયૂષ શાહ , શારજાહ    – યુ.એ.ઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top