SURAT

VIDEO: પુણા ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બે જવાનો ઈન્જર્ડ, ફાયર બ્રિગેડ સામે ગંભીર લાપરવાહીના આક્ષેપ

શહેરના પુણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક મકાનમાં આગ લાગી હતી, તે ઓલવવા માટે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો નજીક જ ઘરની અંદર મુકેલો ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં ફાયરના બે જવાન અને બે સ્થાનિક રહીશો ગંભીર રીતે દાઝી ગયા છે, તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પુણા વિસ્તારની વિક્રમ સોસાયટીના મકાન નંબર 50ના ત્રીજા માળે છ રૂમ આવેલી છે, તે મકાન માલિકે ભાડે આપી છે. આ છ રૂમ પેકી ચાર નંબરની રૂમમાં ગેસ લીકેજના આગ લાગી હતી. આગનો કોલ મળતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો ત્યારે જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયચો હતો. આ બ્લાસ્ટમાં કાપોદ્રા ફાયર બ્રિગેડના બે જવાન ગંભીર રીતે દાઝ્યા હતા. બે સ્થાનિક રહીશો પણ આ બ્લાસ્ટમાં દાઝ્યા હતા.

આ ઘટના ગઈકાલે 8 ઓક્ટોબરની સવારે બની હતી. 10 બાય 10ની છ રૂમ પૈકી 4 નંબરની રૂમમાં સવારે 6 વાગ્યે આગ લાગી હતી. ત્રણ ફાયર સ્ટેશનથી છ ગાડી સ્થળ પર પહોંચી હતી. આગ ઓલવવાનો પ્રયાસ ચાલતો હતો ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં કાપોદ્રા ફાયર સ્ટેશનના બે જવાન દાઝ્યા હતા. બ્લાસ્ટના લીધે રૂમની દિવાલ તુટી ગઈ હતી.

દિવાલ ધસી પડતા કાપોદ્રાના બે ફાયર જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ગંભીર રીતે ઈન્જર્ડ થયા હતા. ભાડૂઆત પીયૂષ ભૂતિયા અને અન્ય સ્થાનિક રહીશ હિતેશભાઈને સામાન્ય ઈજા થઈ હતી. એક કલાક બાદ આગ કાબુમાં આવી ત્યાર બાદ બંને ફાયર જવાનોને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ફાયરના બંને જવાનો કેવી રીતે ઈન્જર્ડ થયા?
38 વર્ષીય વાસુદેવ ઈશ્વર પટેલ અને વાંસદા મોટી વલઝાર ખાતે રહેતા 29 વર્ષીય નીરજકુમાર સુમનભાઈ પટેલ આગ પર કાબુ મેળવવા ત્રીજા માળે પહોંચ્યા હતા. સાંકડા પેસેજમાંથી બંને જવાનો આગળ વધતા હતા ત્યારે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. તેના લીધે રૂમની દિવાલો અને પતરાંના ફુરજા ઉડ્યા હતા, જેના લીધે બંને જવાનો ઈન્જર્ડ થયા હતા.

જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસની માગ
ઘટનામાં ઈન્જર્ડ થયેલા બે ફાયરના જવાનોને યોગ્ય સારવાર મળે તેમજ તેઓને સારવાર માટે સ્પેશ્યિલ રજા મળે તે માટે નવનિર્મતા ભારત સ્ટાફ સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે. તે ઉપરાંત ઘટનામાં જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસની માંગણી કરાઈ છે.

સંઘે આક્ષેપ કર્યો છે કે ઉક્ત સમગ્ર દુર્ઘટનામાં ફાયર વિભાગના કાપોદ્રા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર તેમજ લીડીંગ ઓફિસર-માર્શલ લીડર દ્વારા આગેવાની લઈને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ માર્શલો પાસે કામગીરી કરાવવાની હોય છે જેમાં માર્શલની કામગીરી માત્ર હેલ્પર તરીકેની જ હોય છે ત્યારે જવાબદાર અધિકારીઓ ધ્વારા ઉકત બંને કર્મચારીઓને ફાયર વિભાગનો એક કરતા પણ ઓછા સમયનો અનુભવ હોવા છતાં ફાયર સેફટીના પુરતા સાધનો તેમજ પ્રોકસીમીટી કીટ વગર સમગ્ર ઘટનામાં પોતે પાછળ રહીને પુરતી તાલીમ અને દીર્ઘકાલીન કામગીરીના અનુભવ વગરના માર્શલોને આગળ કરીને તેમનું જીવન સંકટમાં મુક્યું છે જે બાબતે તેમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે તથા ઉકત દુર્ઘટનામાં ગંભીરપણે ઈજાગ્રસ્ત માર્શલોની સ્પેશીયલ લીવ મંજુર કરી શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે એવી અમારી માંગણી છે.

ઉકત દુર્ઘટનામાં કાપોદ્રા ફાયર સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સારી રીતે જાણતા હતા કે, ઈજાગ્રસ્ત બંને માર્શલોએ તેમની કુલ—૯ વર્ષની ફરજ પૈકી માત્ર એક જ વર્ષથી ફાયર વિભાગમાં ફરજ બજાવી રહ્યાં છે તેમ છતાં તેમને ફાયરના ગણવેશ, પ્રોકસીમીટી કીટ, હેલ્મેટ, ગમબુટ અને અન્ય ફાયર સેફટીના સાધનો વગર જીવલેણ આગની ઘટનામાં ફરજ બજાવવાનો કરવામાં આવેલ આદેશ તેમજ તેમની ફરજમાં ગંભીર પ્રકારની ફરજચુક બદલ ખાતાકીય તપાસ બેસાડવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનામાં અન્ય માર્શલોની સાથે દુર્ઘટના સર્જાય નહિ તે મુજબની દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top