Business

સોલેક્સ એનર્જી લિમિટેડ – NSE મેઈનબોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વગાડ્યું

સોલેક્સ એનર્જી લિમિટેડ છેલ્લા ત્રણ દાયકાથી અગ્રણી સોલાર એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની છે. આજે કંપનીએ પ્લેટફોર્મ પરથી NSEના Main Board પર સફળ સ્થાનાંતરણ કર્યું.

આ વિશેષ પ્રસંગે બેન્કર્સ, ઇન્વેસ્ટર્સ, સોલેક્સના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ, પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના નેતૃત્વ ઉપસ્થિત રહ્યા.

સોલેક્સ એ 2018માં NSE EMERGE પ્લેટફોર્મ પર યાદીબદ્ધ થયેલી પ્રથમ કંપનીઓમાંની એક હતી અને ત્યારથી સતત સશક્તવૃદ્ધિ (growth) અને સ્થિરતા દર્શાવી છે.

આ અવસરે ડૉ. ચેતન શાહ, ચેરમેન અને મેનેજિંગડિરેક્ટર, સોલેક્સએનર્જીએજણાવ્યું “ સુરતમાં ઇન્વેસ્ટર્સ, બેન્કર્સ, ક્લાયન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના આગેવાનોની હાજરીમાં બેલ વગાડવીએ અવિસ્મરણીય ક્ષણ છે. NSE મેઈન બોર્ડ પર સ્થાનાંતરણ માત્ર અમારા સ્ટેકહોલ્ડર્સના વિશ્વાસનું પ્રતિબિંબ નથી પરંતુ સોલેક્સના આગામી વિકાસના અધ્યાયની શરૂઆત છે. આ ભારતના ટકાઉ ભવિષ્ય તરફના સંકલ્પને મજબૂત બનાવે છે.

સોલેક્સે 1995થી ‘Putting our souls in solar’ના ધ્યેય સાથે અદ્યતન ટેકનોલોજી, વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગ અને સર્વસમાવેશી પ્રગતિ માટે સમર્પિત રહીને ભારતની સ્વચ્છ ઊર્જાયાત્રામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાશબ્દોમાં, ‘Solar is Sure, Pure and Secure’ — એ જ સિદ્ધાંતો અમારી વિકસિત ભારત માટેની દ્રષ્ટિને દિશા આપે છે.”

ઉત્પાદનક્ષમતા (Manufacturing Capacity)માં મહત્વપૂર્ણ વધારો તડકેશ્વર પ્લાન્ટ પર 800 મેગાવોટની વ્યાવસાયિક ઉત્પાદન શરૂઆત કરી, જેથી કુલ કાર્યક્ષમતા 1.5 ગીગાવોટ (GW) પહોંચી. 2.5 GW વિસ્તરણ પ્રોજેક્ટ હાલ ટેસ્ટિંગ તબક્કામાં છે. દિવાળી 2025 સુધી પૂર્ણ ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે. FY26ના અંત સુધીમાં વધારાના 2.5 GW વિસ્તરણની યોજના જેથી કુલ ક્ષમતા 6.5 GW સુધી પહોંચશે.

Most Popular

To Top