Charchapatra

ગુજરાતમાં પણ હવે હિંસા અને ગુનાખોરી વધી રહ્યા છે

ભારતમાં ૨૦૨૩માં ૨૭૭૮૧ હત્યાના કેસ દાખલ થયા છે. ઉતર પ્રદેશ અને બિહાર હત્યાના મામલે ટોપ પર આવે છે તો બીજી તરફ કેરળ આત્મહત્યાના મામલે ટોપ પર છે. રેપના મામલે રાજસ્થાન ટોપ પર છે. આ રાજ્યોમાં જમીન સંપતિ અન્ય પારિવારિક અને આર્થિક વિવાદો સામાન્ય બાબત છે. હત્યાની ઘટનામાં મોટા ભાગની હત્યાઓ આ વિવાદને કારણે થાય છે. બિહારમાં જમીન વિવાદને કારણે હત્યાઓ થાય છે. આર્થિક ખેંચતાણ અને સંપતિ વિવાદને કારણે હત્યાઓ થાય છે. આ રાજ્યોમાં બેરોજગારી અને આર્થિક અસ્થિરતા પણ યુવાનોને હિંસા અને ગુનાના રસ્તે દોરી જતી હોવાનું સામે આવ્યું છે.

અહિંસાના પૂજારી ગણાતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં હવે હિંસા અને ગુનાખોરી સતત વધી રહ્યા છે સુરક્ષિત અને સેફ ગણાતા રાજ્યમાં હવે હત્યા રેપ હત્યાના પ્રયાસ અને હિંસા જેવી ઘટનાઓ સતત વધી રહી છે ગુજરાતમાં ૨૦૨૩ માં ૯ હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે જ્યારે ૯૬૮ ની હત્યા કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ ૨૫ લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે. બીમારીને કારણે આશરે દરરોજ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે. ગરીબીને કારણે ૬૭, બેરોજગારીને કારણે ૨૦૭ લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં અને મોડેલ સ્ટેટ ગણાતા રાજ્યમાં પણ બેરોજગારી અને અને આર્થિક કારણોને લીધે લોકો તણાવમાં આવી ગયા છે જેને કારણે જીવણ ટુંકાવી રહ્યા છે.
આંબાવાડી, સુરત         – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top