શહેરના સોનીફળિયા – એનીબેસન્ટ રોડ પર બે દિવસથી પાણી ડહોળું આવે છે. શુક્રવારે સવારે નળ ખોલતાં જ અચાનક પાણી ડહોળું આવવા લાગ્યું. થોડીવાર પાણી જવા દીધું પણ સતત ડહોળું આવતું જ રહ્યું એજ પ્રમાણે શનિવારે પણ પાણી ડહોળું આવ્યું. એનું કારણ કંઇ સમજાતું નથી. કોરોના મહામારીના આ કાળમાં ડહોળા પાણીથી નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સુરત મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ તાકીદે તપાસ કરે અને જનતાને સ્વચ્છ પાણી આપે તે જરૂરી છે. વળી ઘણીવાર તો પાણીનો ફોર્સ ઓછો હોવાથી સાડા સાતમાં પાણી ચાલ્યા જાય છે. આથી યોગ્ય પુરવઠો – ફોર્સ મળે તે જરૂરી છે.
સુરત – એક રહેવાસી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.