Charchapatra

બારડોલીમાં બોગસ ડોકટરોની ભરમાર

બારડોલી તાલુકો એન.આર. અને કૃષિપેદાશને કારણે જિલ્લાનાં અન્ય તાલુકા કરતા આર્થિકરીતે સધ્ધર છે. તાલુકાના ગામડામાં અને નગરમાં બોગમ તબિબોનો રાફડો ફાટ્યો છે. આરોગય વિભાગી લાપરવાહીને કારણે બોગસ ડોકટરને પ્રેકટીસ કરવાનું મોકળુ મેદાન મળી ગયું છે. એસ.ઓ.જી.ની કાર્યવાહી પ્રશંસનિય છે. પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગ નિષ્ક્રીય છે. સમગ્ર તાલુકામાં અભિયાન ચલાવવામાં આવે તો બોગસ ડોકટર ઘણા મળી આવે તેમ છે. રજીસ્ટેશનની મુદત લંબાવાથી બોગસ ડોકટરો ગેલમાં આવી હાટડી ધમધમાવી રહ્યા છે. સઘન તપાસ થશે કે પછી વોહી રફતાર –
બારડોલી.   -એક જાગૃત નાગરીક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

દમણ યા ડ્રગ્સની ફેકટરી!
ગુજરાતમાં દારૂબંધીનો નિયમ છે પણ લાચારી કે વિંદબણા સમજો એ છે કે હકીકતમા દારૂની મહતમ વેચાણ ગુજરાત રાજ્યમાં જ થાય છે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમા અનેક શહેરોમાં એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરતા અનેક ગુન્હાખોરો પકડાયા એવા સમાચાર વાંચવા અમે સાંભળવા મળતા હોય છે પણ દમણમા જે ઘટના બની એ તો અકલ્પનીય છે જે અનુસાર દમણના એક ફાર્મ હાઉસમા ડ્રગ્સ બનાવટી મોટી ફેકટરી પકડાઈ છે. જેમા ૩૦૦ કીલો એમ.ડી. ડ્રગ્સનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ નિર્માતાઓનો ઉદ્ભવ થઈ રહેલો છે એ બાબત ગુજરાત સરકાર અને યુવાનો માટે ખુબ જ ગંભીર ચિંતાનો વિષય બની રહે છે. ગુજરાતમાં વધી રહેલુ ડ્રગ્સની હેરાફેરીમા યુવાનો – યુવતીઓના ભવિષ્યના કેરીયર પર ખુબ જ મોટુ પ્રશ્નાર્થ ચિન્હ ઉભુ કરે છે. આ અંગે ગુજરાત સરકારે ડ્રગ્સ નિર્માતા સખ્ત અને વેચાણ કરનારાઓ સાથે આજીવન કૈદ જેવી કાયદાની જોગવાઈ અનિવાર્ય બની છે.
સુરત.    – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top