આજે મહિલા ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સામસામે છે. પાકિસ્તાને કોલંબોમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 5 ઓવરમાં વિના નુકસાને 32 રન બનાવ્યા છે. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાના ક્રીઝ પર છે.
ટોસ પછી ભારત અને પાકિસ્તાની કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા. એશિયા કપની શરૂઆતમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય ટીમે PCB ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો જેના પરિણામે ટીમ ચેમ્પિયન હોવા છતાં ટ્રોફી વિના પરત ફરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સતત ચોથો રવિવાર છે. પુરુષોના એશિયા કપમાં અગાઉની મેચ 28 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. ભારત ત્રણેય વખત જીત્યું હતું.
મંધાનાએ ફોર ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું
ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ ફોર ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું. તેણે સાદિયા ઇકબાલના પાંચમા બોલ પર ફોર ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું. આ ઓવરમાંથી 8 રન આવ્યા.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌડ અને શ્રી ચરણી.
પાકિસ્તાનઃ ફાતિમા સના (કેપ્ટન), મુનીબા અલી, સિદ્રા અમીન, આલિયા રિયાઝ, સિદ્રા નવાઝ (વિકેટકીપર), નતાલિયા પરવેઝ, રમીન શમીમ, નાશરા સંધુ, ડાયના બેગ, સાદિયા ઈકબાલ અને સદફ શમાસ.