Sports

રોહિતના બદલે વન-ડેમાં પણ ગિલ કેપ્ટન, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનું એલાન

ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત આજે શનિવાર 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી.

ટેસ્ટ મેચ પછી શુભમન ગિલને વનડે ટીમના કેપ્ટન બનાવાયો છે. ટીમની પસંદગી અંગે ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી.

શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ODI શ્રેણી માટે પસંદગીકારોએ શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, બંનેને નિષ્ણાત બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ T20 ટીમના કેપ્ટન રહેશે.

ભારતની 15-સભ્યોની ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા , વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ

Most Popular

To Top