સુરતીઓનાં પોતિકા તહેવાર ચંદી પડવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વધુ એક વખત સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ વિસ્તારોમાં પારીનું વેચાણ ઉત્પાદન કરતાં એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- આરોગ્યની ટીમની 11 ટીમો એક સાથે ત્રાટકી
- શહેરના અલગ વિસ્તારની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ કલેક્ટ કર્યા
- ઘારીનું વેચાણ કરતા દુકાનદારોમાં ફફડાટ, ગઈકાલે માવાના સેમ્પલ લીધા હતા
શહેરનાં રાંદેર અને અઠવા, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આજે સવારથી વિવિધ ટીમો દ્વારા ઘારીના સેમ્પલ એકઠાં કરવામાં આવતાં ઘારીનું વેચાણ કરનારાઓમાં પણ ફફડાટ આપી ગયો છે. ગઈકાલે ભાગળ સહિતના વિસ્તારોમાં હોલસેલમાં માવાનું વેચાલ કરનારાઓ પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા બાદ આજે ઘારી ઉત્પાદકો -વેચાણ કરનારાઓ વિરૂદ્ધ મનપા દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
નવરાત્રિના તહેવારની – પુર્ણાહુતિ સાથે સુરતીઓમાં ચંદી પડવાની ઉજવણી માટે ભારે -ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચંદી – પડવાનાં દિવસે માત્ર સુરત શહેરમાં જે કરોડો રૂપિયાનાં ઘારી ભુસાની મિજબાની સુરતીઓ માણતા હોય છે.
આજે શનિવારે પણ સવારથી જ આરોગ્ય વિભાગની 11 અલગ – અલગ ટીમો દ્વારા શહેરભરમાં ઘારીનું વેચાણ કરતાં એકમો વિરૂદ્ધ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બપોર સુધીમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભાગળ, અઠવા, રાંદેર અને કતારગામ સહિત અડાજણ વિસ્તારમાંથી 20થી વધુ એકમોમાંથી ઘારીનાં અલગ-અલગ ફ્લેવરનાં સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
શહેરની 15 સંસ્થામાંથી 19 માવાના સેમ્પલ લેવાયા
સુરત: મહાનગરપાલિકાની ટીમે શહેરની 15 જેટલી સંસ્થાઓમાંથી કુલ 19 માવાના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે. દરમિયાન ફૂડ વિભાગે દશેરામાં લીધેલા ફાફડા-જલેબીના તમામ સેમ્પલો બરાબર હોવાનો રિપોર્ટ આવ્યો છે.
સુરત મહાનગર 1 પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે શહેરનાં ભાગળ, 1 કતારગામ, વરાછા અને ભટાર સહિત રાંદેર વિસ્તારમાં માવાનું વેચાણ કરતાં 15 એકમોમાંથી માવાનાં સેમ્પલ રિપોર્ટ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે.
આ સંસ્થામાંથી માવાના નમૂના લેવાયા?
- જૈન માવા ભંડાર (પીરછડી રોડ, હરીપુરા)
- ઓમ બંસી માવા ભંડાર (ભાગળ)
- શ્રી કૃષ્ણ માવા ભંડાર (ખંડવાલા ની શેરી, અંબાજી રોડ)
- એમ/એસ શંકર માવાવાળા (હનુમાન મંદિર પાસે, હરીપુરા)
- શ્રીનાથજી ચુનીલાલ માવાવાળા (ભાગલ શાક માર્કેટ, બરાનપુરી)
- નંદશંકર માવાવાળા (કોટસફિલ રોડ, દેના બેંક સામે)
- દુર્લભભાઈ છગનલાલ માવાવાળા (બરાનપુરી ભાગલ)
- મિલ્ક પેલેસ ફૂડ્સ લિ. (ભટાર રોડ)
- સુગમ ડેરી (જહાંગીરપુરા)
- શ્રી વલ્લભ દૂધ મંડળી અને મીઠાઈઓ (મોટા વરાછા)
- સુગમ ડેરી (અડાજણ, નોવા કોમ્પ્લેક્સ)
- શ્રી અંબિકા માવાવાળા (પાંડેસરા)
- કૃષ્ણ માવા ભંડાર (રૂવાલા ટેકરા, પીરછડી રોડ)
- સુરજ માવા ભંડાર (મહિધરપુરા)
- શ્રી કનૈયા ડેરી અને મીઠાઈઓ (કતારગામ)