Charchapatra

ચર્ચિલના શબ્દો અક્ષરશ: સાચા ઠર્યા છે!

પૂજ્ય બાપુ, આઝાદીનાં મીઠાં ફળો મળ્યાં જ નથી! જે કમનસીબી લેખાય! ખેર, આઝાદ હિંદ ફોજ : ભારતની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે લડવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રચાયેલી ભારતીય સેના (આઝાદ હિન્દ ફોજ )ની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવ્યા પછી તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943ના રોજ કરવામાં આવી હતી. આમ જોઈએ તો લડાઈ એ પૂર્વેથી જ ઘણા સમય પહેલાંથી જ ચાલતી હતી. ઇંગ્લેન્ડના વડા પ્રધાનપદે રહ્યા હતા. આઝાદી વિશે ચર્ચિલ શબ્દો’કદાચ અમે ભારતને આઝાદ તો કરીએ પણ ભારત હજુ આઝાદી માટે તૈયાર નથી! અર્થાત્ રાજપાઠ પિંઢારાઓના હાથમાં જતું રહેશે યાને રાજા તરીકે રાજ ચલાવી શકશે નહીં, રાજધર્મ નિભાવી શકશે નહીં. આજે આઝાદી અને ગાંધીનાં સંયુક્ત રીતે સોગંદ ખાઈ કહીએ તો ચર્ચિલના શબ્દો અક્ષરશ: સાચા ઠર્યા છે! રાજગાદી નઠારા અને ભ્રષ્ટ રાજકીય નેતાઓ પાસે જતી રહી છે!
સુરત     – સુનીલ બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ
દેશમાં પ્રાણીજગતની દુર્દશા જોઈને મન વ્યથિત થઈ જાય છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં, પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ અભૂતપૂર્વ હતી. આપણે પ્રાણીઓના રક્ષણ માટે પ્રયાસો કરવા પડશે. પ્રાણીઓનું રક્ષણ ફરજિયાતપણે કરવું જોઈએ. સામૂહિક રીતે હિંસાને નાબૂદ કરવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવવા જોઈએ. આ અહિંસક મૂલ્યોને પુનર્જીવિત કરી શકે છે. પ્રાણીઓ પર અત્યાચાર એ એક પ્રકારનું ઇરાદાપૂર્વકનું કૃત્ય છે જેમ કે હત્યા, સળગાવવી, ખોરાક, પાણી, આશ્રય, સંભાળ વગેરેનો અભાવ જે મૂંગા પ્રાણીઓને પીડા આપે છે. પ્રાણીઓ બોલીને ફરિયાદ કરી શકતા નથી. પ્રાણીઓને શારીરિક અને ભાવનાત્મક રીતે નુકસાન થાય છે. ઘરેલું હિંસા અને બાળ દુર્વ્યવહાર ગંભીર ગુનાઓ છે.મૂંગા પ્રાણીઓ પર ક્રૂરતાના બનાવો રોજ જોવા મળે છે. હિંસા નાબૂદ કરવા માટે સામૂહિક પ્રયાસો કરવા પડશે. 
સુરત     – કાંતિલાલ માંડોત- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top