તમે ઘણી વખત લોકોના મોઢેથી સંભાળિયું હશે કે તેમને સોનું મળવા ના સપના આવતા હોય છે સપનામાં લોકોને સોનાનો (Gild) ખજાનો મળી જતો હોય છે તમને પણ આવા સપના આવતા હશે પણ અમે કહીયે કે જો હકીકત માં આવું થાય તો શું થાય તો આપને જાણવી દઈએ કે હા ખરેખર આવીજ એક ઘટના આફ્રિકામાં (Africa) બની છે આફ્રિકાના કૉંગોમાં ગ્રામીણો (Villagers) ને સોનાનો એક પહાડ મળી અવિયો છે જી હા આ વાતની જાણ સ્થાનિક લોકોમાં થતાં આખું ગામ દોડીને સોનું એકઠું કરવા ઉમટી પડિયું છે લોકો ઘરેથી જે સાધન હાથમાં આવે તે લયને પહાડમાથી સોનું એકઠું કરવા માટે દોડી રહિયા છે લોકોની ભીડ જોઈને ત્યાંના અધિકારી દ્વાર હાલ પહાડનું ખાણકામ અટકાવી ધીધુ છે માન્યતા ધરાવતા ખાણ કામદારોની ઓળખ કરી ફરી ખાણકામ શરૂ કરશે
મધ્ય આફ્રિકાના કોંગોમાં એક નવો પર્વત મળી આવ્યો છે, જેમાં 60 થી 90 ટકા સોનું હોવાનું જણાવાયું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, જ્યારે આ પર્વત વિશે સ્થાનિકોને માહિતી મળી ત્યારે હજારો ગ્રામજનો સોનું કાઢવા દોડી ગયા હતા.
કોંગોના પર્વત પરથી સોનું ખોદવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પત્રકાર અહેમદ અલ્ગોહાબારીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં લખ્યું છે કે કોંગોના ગ્રામજનોને જ્યારે સોનાથી ભરેલું પર્વત મળ્યો ત્યારે તેઓ ચોંકી ગયા.
સોનાના પર્વત મેળવવાની આ ઘટના કોંગોના કિવુ પ્રોવિન્સની છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખ્બજ મોટા પ્રમાણમાં ગ્રામીણોની ભીડ થયા બાદ અનિશ્ચિત સમય માટે ખાણકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કોંગોમાં સોનાનું ખાણકામ ખૂબ સામાન્ય છે. દેશના ઘણા ભાગોમાં સોનું મળી આવે છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે ખાણકામ પર તુરંત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ખાણમાં ખાણકામ કરનારા લોકોની ઓળખ થઈ શકે અને તેઓ યોગ્ય રીતે નોંધણી પછી જ માઇનિંગ કરી શકે છે.
રોઇટર્સના એક અહેવાલ મુજબ, કોંગોમાં સોનાની ખોદકામના વાસ્તવિક આંકડા યોગ્ય રીતે નોંધાયા નથી. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોના અહેવાલમાં જણાવાયું છે કે કોંગોના પડોશી દેશોની મદદથી મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી કરવામાં આવે છે.