Charchapatra

પેન્શનર્સ ઊઠો અને જાગો

કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી અને તેનો સમય તારીખ 01.01.2026 થી કરવાનો છે. આ બાબતે એક ઉચ્ચ કક્ષાના 22 જેટલા અધિકારીનો સમાવેશ કર્યા કર્યો છે અને તારીખ 01.01.2026 થી આઠમા પગાર પંચનો સમય થાય તે મુજબ કાર્યવાહી કરી રહ્યા છે. પેન્શનર્સ માટે ધ્યાન દોરવાનું એ છે કે તારીખ 25.03.2025 અને 26.03.2025 ના લોકસભામાં અને રાજ્યસભામાં આઠમા પગાર પંચનો ખરડો પસાર થઈ ગયો છે. આ ખરડામાં એવું અર્થઘટન થઈ શકે છે કે તારીખ 01.01.2026 થી કાર્યકર્તા કર્મચારીને/પેન્શનર્સને આઠમા પગાર પંચમાં 2.86 ના ગુણાંક (મૂળ બેઝિકના) પ્રમાણે થઈ શકે જે સાતમા પગાર પંચમાં 2.57 હતું અને તારીખ 01.01.2026 પછી વખતોવખત મળતું મોંઘવારી ભથ્થું પેન્શનર્સને વંચિત રાખી શકે એમ છે.

ગુજરાત સરકારે જે ખરડો પસાર કર્યો છે તે હાઇકોર્ટ તારીખ 17.12.1982 ની ચીફ જસ્ટિસ ધીરુભાઈ દેસાઈ ચુકાદો સૂચવે છે કે પેન્શન એ કોઈ પ્રિવિલેજ નથી પરંતુ કરેલ કામનો અધિકાર છે અને દયા ધર્મ પર મળતી રકમ નથી અને જેનો સમય 31.12.2025 સુધીમાં થઈ રહ્યો છે. સદર પેન્શનર્સ બાબતે તારીખ 30.05.2025 ના રોજ દિલ્હીથી સુપ્રીમ કોર્ટ એક ચુકાદામાં કહ્યું છે કે કર્મચારીના મળતા તમામ લાભોથી પેન્શનર્સને વંચિત રાખી શકો નહીં. આ બાબતે ઓલ ઇન્ડિયા પેન્શનર્સ સંગઠન મંચના તમામ સભ્યો અને ગુજરાત રાજ્યના પેન્શનર્સ મંડળના પ્રતિનિધિ ઉપસ્થિત રહી ખરડાનો વિરોધ અને પ્રદર્શન કર્યાં છે.

કેન્દ્ર સરકારના કોઈ મિનિસ્ટર કે સેક્રેટરી આ બાબતે મૌન રહી ચોખવટ કરતા નથી. આમ તો વાડ ચીભડાં ગળે તેવી દેશની દશા છે જેમાં ધારાસભ્યો/ લોકસભાના સભ્યો /મિનિસ્ટરના ધરખમ પગારવધારા બરોબર થઈ જાય છે. તેઓની બધી સવલત ફ્રી અને ઉપરથી ઇન્કમટેક્સ પણ લાગુ પડતો નથી. જ્યારે પેન્શનર્સ 60 વર્ષ પછી નિવૃત્ત થાય,તેને રિટર્ન પણ ભરવું પડે છે અને મોંઘવારી જેવા વધારાથી વંચિત રાખવા એ ક્યાંનો ન્યાય છે. પેન્શનર્સ જાગો અને એસોસીએશનના લડતમાં ભાગ લો. પેન્શનર્સ ઓફિસનો સંપર્ક સાધો નહીં તો ભવિષ્યમાં નુકસાન ભોગવવા તૈયાર રહેજો. સુરત  –    પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top