National

મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની મળી ધમકી, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

આજ રોજ તા. 30 સપ્ટેમ્બર મંગલવારે સવારે મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેને લઈ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી (ઈમરજન્સી) જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં લગભગ 200 મુસાફરો સવાર હતા. જેને કારણે મુસાફરો અને ક્રૂમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓને મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 762માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેને ગંભીરતાથી લઈ તાત્કાલિક દિલ્હી એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઈટ્સ અનુસાર આ વિમાન એરબસ A321neo હતું અને સવારે 7:53 વાગ્યે સલામત રીતે દિલ્લી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.

ઈન્ડિગોએ શું કહ્યું?
આ મામલે ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે “તા.30 સપ્ટેમ્બર 2025ના રોજ મુંબઈથી દિલ્હી જતી અમારી ફ્લાઈટ 6E 762 પર સુરક્ષા ખતરો નોંધાયો હતો. પ્રોટોકોલ મુજબ તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી અને જરૂરી તમામ સુરક્ષા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. મુસાફરો અને ક્રૂની સુરક્ષા એ જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”

જોકે હમણાં અધિકારીઓ વિમાનની સંપૂર્ણ તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી અને મુસાફરોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ ધમકીના સ્ત્રોત અને વાસ્તવિકતા અંગે તપાસ કરી રહી છે. 

હાલ, એરલાઇન તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ ફરી એકવાર હવાઈ મુસાફરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Most Popular

To Top