વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ટ ના એડવોકેટ જગદીશ રામાણીની રજૂઆતો અને પૂરાવાઓને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપી પરધર્મીને આખરે ત્રણ વર્ષ બાદ સજાનો હૂકમ કર્યો
ભોગ બનનાર સગીરાને રૂ.50,000 વળતર પેટે ચૂકવવા નિર્દેશ કર્યો છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
વર્ષ 2022 માં હિન્દુ સગીરાની છેડતી કરનાર પરધર્મીને સ્પેશિયલ પોક્સો કોર્ટ પોક્સો હેઠળના ગુનામાં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદનો તથા ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.50,000ચૂકવવાનો હૂકમ કર્યો છે.
આજથી ત્રણ વર્ષ અગાઉ તા.03-11-2022 ના રોજ ફ્લેટમાં પરિવાર સાથે રહેતી આશરે આઠ વર્ષીય ધોરણ 4 માં અભ્યાસ કરતી બાળકી જ્યારે ફ્લેટ નીચે અન્ય બાળકો સાથે રમવા જતી ત્યારે પાંચ છ દિવસથી એક પરધર્મી જે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો તે સિતાબખાન આરિફખાન પઠાણ ઉ.વ.40, રહે. પાદરા ચોક,બાવામિયા હોલ પાસે,મોટીફળી તા.પાદરા,જિ.વડોદરાનાઓ દ્વારા સગીરાને શરીરના ભાગે હાથ ફેરવી તથા પોતે ગુપ્તાંગ ખોલીને છેડતી કરતો હોવાની વાત માતાને કરી હતી જેથી સમગ્ર મામલે પરિવાર દ્વારા ભાયલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા. 14-11-2022 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર કેસમાં વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ટ ના એડવોકેટ જગદીશ રામાણી દ્વારા નિઃશુલ્ક ભોગ બનનાર સગીરા તથા તેઓના પરિવારને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે જ પિડીતા તરફે સેસન્સ કોર્ટમાં હાજર રહી પોક્સો ના ગંભીર ગુનામાં કોર્ટમાં રજૂઆતો અને પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આખરે ત્રણ વર્ષ બાદ આ કેસમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (પોક્સો) દ્વારા પરધર્મી આરોપી શીતાબ આરિફખાન પઠાણ ને પાંચ વર્ષના સખત કેદની તથા રૂ.5,000 ના દંડની સજાનો અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હૂકમ તા.29-09-2025 ના રોજ હૂકમ કર્યો છે સાથે જ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ની કલમ 235 (2) અનન્વયે ઇન્ડિયન પિનલ કોડની કલમ 354(ક),(1),(1) સાથે વાંચતા કલમ 354(ડી)(1),(1) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.3,000 નો દંડ અને જો દંડની રકમ ન ચુકવી શકે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હૂકમ કર્યો છે સાથે જ ભોગ બનનાર પિડિતાને રૂ.50,000વળતર પેટે ચૂકવવા હૂકમ કર્યો છે.
સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ટ ના રોહન શાહે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ટ એટલે કે લીગલ સેલ દ્વારા સ્થાપિત લીગલ ક્લિનિક દ્વારા આવા કેસમાં નિઃશુલ્ક કાયદાકીય માર્ગદર્શન તથા કાયદાકીય પ્રક્રિયા પૂરી પાડવામાં આવે છે.