એશિયા કપમાં ભારતની જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટથી પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની રાતની યાદ આવી ગઈ છે, જ્યારે ભારતીય લડાકુ વિમાનોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર બોમ્બમારો કર્યો હતો. આ ટ્વિટથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે.
આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કર્યા વિના ભારત સાથે શાંતિ અને મિત્રતાની આશા રાખનારા પાકિસ્તાને આ ટ્વિટ બાદ નિરાશા વ્યક્ત કરતા કહ્યું છે કે ભારતે તેની છેલ્લી આશા પણ ખતમ કરી દીધી છે.
રવિવારે જ્યારે ભારતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત ટાઇટલ જીત્યું, ત્યારે સમગ્ર દેશ ઉજવણીમાં ઉમટી પડ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની યાદ અપાવતા ટ્વિટ કર્યું. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ” રમતગમતના મેદાન પર ઓપરેશન સિંદૂર , પરિણામ એ જ છે – ભારત ફરીથી જીતી ગયું છે, આપણા ક્રિકેટરોને અભિનંદન.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ટ્વીટ X પર ખૂબ જ લોકપ્રિય થયું છે. 24 કલાકથી ઓછા સમયમાં તેને 20 મિલિયન લોકોએ જોયું છે અને હજારો રિએક્શન મળ્યા છે.
ખ્વાજા આસિફ ઉપરાંત એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસીન નકવીએ પણ પીએમ મોદીના ટ્વીટ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું રિએક્શન આવ્યું
પીએમ મોદીના આ અભિનંદન સંદેશથી પાકિસ્તાનને ખૂબ જ દુઃખ થયું. ભારત વિરુદ્ધ સતત આકરી ટિપ્પણીઓ કરનારા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શાંતિ અને સમાધાનની વાત યાદ આવવા લાગી. તેમણે ટ્વિટર પર લખ્યું, મોદી ઉપખંડમાં ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાનો નાશ કરી રહ્યા છે, તેમણે શાંતિ અને સમસ્યાઓના ઉકેલની શક્યતાનો નાશ કર્યો છે.
સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને પીએમ મોદીની જીત પર અભિનંદનથી દુઃખ થયું હતું. પરંતુ X પર પોસ્ટ લખતી વખતે તેમને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ યાદ ન આવી.
નકવીએ પીએમ મોદીના ટિવટનો જવાબ આપ્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનો જવાબ આપતા નકવીએ કહ્યું, “જો યુદ્ધ તમારા ગર્વનું માપ છે, તો ઇતિહાસે પાકિસ્તાન સામે તમારી શરમજનક હાર પહેલાથી જ નોંધી લીધી છે. કોઈ પણ ક્રિકેટ મેચ આ સત્યને બદલી શકતી નથી. રમતમાં યુદ્ધને ખેંચીને લાવવાથી ફક્ત હતાશા જ દેખાય છે અને રમતની ભાવનાનું અપમાન થાય છે.”
નકવી એ જ વ્યક્તિ છે જે દુબઈના મેદાનથી એશિયા કપ ટ્રોફી લઈ ગયા હતા. એશિયન કપની જીત પછી ટીમ ઈન્ડિયાએ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મોહસીન નકવી જે પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે તેમણે X પર લખ્યું, “રમતમાં યુદ્ધને ઢસડવું એ રમતગમતની ભાવનાનું અપમાન કરે છે.”
તમને જણાવી દઈએ કે, ગઈ તા. 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મે, 2025ના રોજ “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતીય વાયુસેનાએ રાફેલ જેટ, SCALP મિસાઇલો અને હેમર બોમ્બનો ઉપયોગ કરીને જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઓપરેશનમાં 100 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.