Business

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી યોગીના પથ પર ચાલી નહીં રહ્યાં દોડી રહ્યાં છે

ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી બેફામ હતી ઠેર ઠેર માફિયાઓનું રાજ નહીં પરંતુ રીતસરનું શાસન હતું. બહેની દીકરીઓ જ્યાં સુધી ઘરે નહીં પહોંચે ત્યા સુધી પરિવારજનો ચિંતામાં રહેતા હતાં. તેવા સમયે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની અને 18માર્ચ 2017ના રોજ મુખ્યમંત્રી તરીકે ગોરખપુરના મહંત આદિત્યનાથ યોગીએ પદગ્રહણ કર્યા હતાં. આ દરમિયાન તેમનું પહેલું પ્રવચન હતું કે ખૂબ જ આક્રમક હતું. તેમણે સૌથી પહેલી ચૂંટણી ગુનેગારોને આપી હતી અને કહ્યું હતું કે અથવા તો અપરાધ છોડી દો અથવા તો ઉત્તર પ્રદેશ. તેમણે તેમનું આ વચન પાળીને પણ બતાવ્યું કારણ કે, તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તર પ્રદેશમાં અનેક ગેંગ માફિયાઓનો સફાયો થઇ ચૂક્યો છે. તેવી જ રીતે જો હર્ષ સંઘવીની વાત કરીએ તો વર્ષ 2024માં સુરતના વરિયાવી બજારમાં એક ગણેશમંડપ પર પથ્થરમારો થયો હતો.

જે વાત વાયુવેગે સમગ્ર સુરતમાં પ્રસરી ગઇ હતી અને હિન્દુઓની તરફેણમાં ટોળેટોળા સૈયદપુરા પોલીસ ચોકી પર પહોંચ્યા હતા અને આરોપીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. તે સમયે સૈયદપુરામાં કેટલાક વિધર્મીઓએ અચાનક પથ્થરમારો શરુ કર્યો હતો અને સમગ્ર વિસ્તાર કોમી તણાવમાં ફેરવાઇ ગયો હતો. તે વખતે સુરત પોલીસે પથ્થરમારો કરનારાઓને વીણી વીણીને ઘરની બહાર કાઢી તેમની ધરપકડ કરી હતી. તે સમયે હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફોરન્સ યોજીને થોડા અલગ અંદાજમાં પરંતુ યોગી જેવી જ વાત કહી હતી કે કાયદેમેં રહોગે તો ફાયદેમેં રહોગે.

હવે બીજી વાત કરીએ તો સત્તા સંભાળ્યા પછી આદિત્યનાથ યોગીએ ખરેખર જ ભૂમાફિયા, પાણી માફિયા અને ગેંગસ્ટર સામે એક અલગ અંદાજમાં જ કાર્યવાહી શરુ કરી હતી. આ પહેલા એવું બનતું હતું કે યુપીમાં ગુનેગારો ખુલ્લેઆમ ફરતા હતાં. તેમની સામે ગુના નોંધાતા ન હતા અને જો ગુના નોંધાઇ તો તેમની ધરપકડ કરવામાં આવતી ન હતી. જો ધરપકડ કરવી પડે તેમ જ હોય તો પોલીસ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરતી હતી.

માફિયાઓ જેલમાં રહીને સત્તા ચલાવતા હતા. ત્યારબાદ અપરાધીઓ ફરી જામીનમુક્ત થઇ જતાં હતાં. આવી સ્થિતિ અજય દેવગણના મૂવી અપહરણ અને મનોજ બાજપેયીની શૂલ મૂવીમાં દર્શાવવામાં આવી હતી. જો કે, આદિત્યનાથ યોગી સત્તામાં આવ્યા ત્યારબાદ તેમણે ગેંગસ્ટર અને માફિયાઓ જો ગુનો કરે તો માત્ર તેમની ધરપકડ નહીં પરંતુ તેમના ગેરકાયદે બાંધકામો કે સરકારી જમીનો પર બુલડોઝર ચલાવવાનું ચાલુ કર્યું હતું.

જેનાથી ભૂ માફિયાઓ રીતસરના ફફડી ગયા છે અને આજ કારણસર યુપીની પ્રજાએ ભાજપને બીજી વખત સત્તાની ધૂરા સોંપી છે. તેવી જ રીતે ગુજરાતમાં પહેલી વખત ચંડોળા તળાવ પર બુલડોઝર ફર્યું હતું. અહીં મોટા પાયે બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહતો હતી અને તેનું સંચાલન લલ્લા બિહારી નામનો માફિયા કરતો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિસ્તારની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ પોલીસના કાફલા સાથે બુલડોઝરો આ ગેરકાયદે મકાનો પર ફરી વળ્યા હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે હર્ષ સંઘવીનો પણ મોટ રોલ હતો. આ સ્ટાઇલ પણ યોગી આદિત્યનાથની જ હતી. જો કે, પાછળથી હર્ષ સંઘવીએ માફિયાઓના ગેરકાયદે વીજકનેકશન કાપવાની પણ કાર્યવાહી કરી હતી.

ઉત્તર પ્રદેશના બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘર પર બે આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જે પ્રેમાનંદ મહરાજની ટીપ્પણી બદલ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ કરનારા પાછળ રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગના શૂટર હોવાનું બહાર આવ્યું હતું.ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં બંનેનું 17 સપ્ટેમ્બરે યુપી, દિલ્હી અને હરિયાણાની પોલીસની સંયુક્ત ટીમ તથા આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ મુખ્ય આરોપી રવીન્દ્ર અને અરુણને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો રવીન્દ્ર મૂળ રોહતક જ્યારે અરુણ સોનિપતનો રહેવાસી હતો. બંને શૂટર કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના સક્રિય મેમ્બર હતા. એન્કાઉન્ટર બાદ જિગાના પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા છે.

તેવી જ રીતે તાજેતરમાં જ ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાઈકો કિલર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણ પરમાર પોલીસ અથડામણમાં માર્યો ગયો હતો. તેની ઉપર કુલ 12 જેટલા ગુના હતા. તેને ગુજરાત પોલીસે રાજકોટથી ઝડપી લીધો હતો. તેના ગણતરીના કલાકોમાં જે કેનાલ પાસે તેણે એક બર્થડે પાર્ટી મનાવી રહેલા મોડેલની હત્યા કરીને લૂંટી લીધો હતો તેમજ તેની ગર્લફ્રેન્ડ પર હુમલો કર્યો હતો. તે જ કેનાલ પાસે રિકન્સટ્રક્શન દરમિયાન પોલીસની બંદૂક ઝુંટવવાના પ્રયાસમાં તેનું એન્કાઉન્ટર થયુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

તેનું જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે તેના શરીરમાંથી એક બે નહીં પણ સાત ગોળી નીકળી હતી. આમ ભાષાની વાત કરો, વર્તનની વાત કરો કે કમિટમેન્ટની એવું લાગી રહ્યું છે કે જે રીતની વાણી અને વર્તન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનું છે તેવી જ વાણી અને વર્તન હર્ષ સંઘવીનું પણ છે એટલે એવું કહેવું ખોટું નથી કે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી યોગી આદિત્યનાથના પથ પર ચાલી નથી રહ્યાં પરંતુ ઝડપથી દોડી રહ્યાં છે. શુક્રવારે બરેલીમાં થયેલી હિંસા પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું કર્યું છે.

શનિવારે લખનૌમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, સીએમ યોગીએ કહ્યું કે, ક્યારેક લોકોની ખરાબ ટેવો ચાલુ રહે છે, તેથી તેમને સુધારવા માટે ડેટિંગ અને પેઇન્ટિંગ કરવાની જરૂર પડે છે. ગઈકાલે તમે બરેલીમાં આ જોયું છે. સીએમ યોગીએ કહ્યું કે, 2017 થી, અમે કર્ફ્યુ લાદ્યો નથી. આવા લોકોને તેમની પોતાની ભાષામાં સમજાવવામાં આવ્યા હતા અને તેમને સજા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગીએ આગળ કહ્યું, તે મૌલાના ભૂલી ગયા કે સત્તામાં કોણ છે. તેમણે વિચાર્યું કે, અમે તેમને ધમકી આપીશું અને રસ્તાઓ બ્લોક કરવા દબાણ કરીશું.

પરંતુ અમે કહ્યું કે, કોઈ નાકાબંધી કે કર્ફ્યુ નહીં હોય, પરંતુ અમે તમને કર્ફ્યુ વિશે એવો પાઠ ભણાવીશું કે, તમારી આવનારી પેઢીઓ રમખાણો ભૂલી જશે. આ કેવા પ્રકારની પદ્ધતિ છે ? તમે સિસ્ટમને બ્લોક કરવા માંગો છો. 2017 પહેલા, ઉત્તર પ્રદેશમાં આવું થઈ રહ્યું હતું, અને અમે ફક્ત એટલું જ કહી શકીએ કે, 2017 પછી, અમે કર્ફ્યુ લાદવાની મંજૂરી પણ આપી નથી. અમે આવા લોકોને તેમની જ ભાષામાં સમજાવ્યું છે, અને તેમને સજા અપાવી છે. ઉત્તર પ્રદેશની વિકાસની વાર્તા અહીંથી શરૂ થાય છે.

Most Popular

To Top