Charchapatra

ગરબા શોખીન નાગરિકો વરસાદને વિલન તરીકે જોવુ આ ક્યાંનો ન્યાય?

કોઈ પણ કલાથી સૌંદર્યનું નિરૂપણ થાય છે. ભારતમાં 64 કલાનો ઇતિહાસ સંકળાયેલો છે. પરંતુ મુખ્ય આધાર કુદરત પર હોય છે. કલાથી વરેલો નાગરિક સમય મુજબ શોખીન બની જાય છે. તે સમય જતા એક વ્યવસાય તરીકે પરિણામે છે. પરંતુ તહેવારના આધારે વરસાદની વિલન તરીકે જોવામાં આવે છે એ સાંભળીને ઘણા ખેડૂતો નારાજ થઈ જાય છે. હાલના સમયમાં ડાંગરની કોમળ કંટી કે કણી બેસ્તી હોય છે. તેમાં યોગ્ય સમયે વરસાદની જરૂર પડતી હોય છે. આ કુદરત આધીન જીવનચક્રમાં સંકળાયેલી ઘટના છે. તે આધારિત આદિવાસીઓ શ્રાદનું મહત્વ નવા પાકની વધામણી કરતા હોય છે. તેનો વિરોધ આજના ગરબા શોખીન નાગરિકો વરસાદને વિલન તરીકે કહેવામા શર્માતા નથી.

ખેતીમાં યોગ્ય પાક ન થાય તો મોંઘવારી માનવ આત્માને કચડીને ખાય જશે. વિલન શબ્દ ઉચ્ચારીને વરુણદેવને ઠેશ ન પહોચાડો. સાચી રીતે તો ગુણગાન કરીને આભાર માનવો જોઈએ પરંતુ સોશિયલ મીડિયામાં વિલન તરીકે કહેવું યોગ્ય નથી. આજની પેઢી માનવ જીવનમાં કુદરતનું વેલ્યૂ ભૂલીને માનવીની ચાપલુસી કરવામાં જ હોશિયાર છે. તેમાં શિક્ષણ મંત્રી કે પર્યાવરણ મંત્રી કે ગૃહમંત્રી કોઈ પણ વ્યક્તિએ કુદરત કરતાં મનાવીને અતિ મહત્ત્વ આપીને રોફગીરી કરે છે. વિલન કુદરત નથી. માનવી છે. વરસાદથી સો ગણો પાક થશે અને સો જણા ધરાશે. જીવન ચક્રમાં ઋતુ ચક્રનો બદલાવ માનવીએ કર્યો છે. માનવી એક પણ તેના વેષ ઝાઝા છે.
તાપી    – હરીશકુમાર ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top