Charchapatra

જી.એસ.ટી. બચત ઉત્સવ તો કાગળ પર, હકીકતમાં પ્રજાની કમાણી પર લૂંટ!

ભ્રષ્ટાચારની દુનિયામાં એક નવો “ઉત્સવ” આવ્યા છે. જી.એસ.ટી. બચત ઉત્સવ. નામ આકર્ષક છે, પ્રચાર મોહક છે, પરંતુ હકીકત કડવી છે – પ્રજાના ખિસ્સામાંથી લેવાયેલા પૈસાનો નાટકપૂર્વક ‘બચત’ બતાવવામાં આવે છે. જ્યારથી દેશમાં જી.એસ.ટી. વસૂલવાની શરૂઆત થઈ છે, ત્યારથી પ્રજાના મહેનતના પૈસાનો એક મોટો ભાગ ટેક્સના રૂપે લેવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં એ પૈસા ક્યાં જાય છે? મોટા પ્રોજેક્ટો, અલગ-અલગ યોજનાઓ અને વિકાસના વિવાદિત બિલ્ડિંગ્સમાં. જે રકમ પાછા આવે છે, તે માત્ર નાનકડી રકમ ભ્રમરૂપે ‘બચત’ બતાવવા માટે આ “ઉત્સવ” સ્પષ્ટપણે પ્રજાને ખોરાક અને રાહતના નામે ઉલ્લુ બનાવવાની યોજના** છે.

પ્રજાના પૈસા સરકારના ખિસ્સામાં જાય છે અને ફરી નાટકપૂર્વક જાહેર થાય છે કે “જુઓ, અમે બચત આપી છે!” – હકીકતમાં આ માત્ર પ્રજાની મહેનત પર આધારિત મીઠી ટેકોવાળી લૂંટ છે. જવાબદારી કોની? રાજકારણીઓની – જે દરેક સ્કીમને પોતાના પ્રગતિ માટે પ્રચારનો માધ્યમ બનાવે છે.હવે પ્રજા જાગૃત થાય, પોતાની કમાણી પર હક માગે** અને નાટકના “ઉત્સવો” પાછળ છુપાયેલા ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ સામે લાવે. પ્રજાના પૈસા, પ્રજાનો હક!ઉલ્લુ બનવું બંધ, પ્રશ્ન પૂછવું શરૂ!
સુરત.    – આશિષ ટેલર     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top