Charchapatra

વર્લ્ડ હાર્ટ ડે

29મી સપ્ટેમ્બર પુરા વિશ્વમાં ‘વર્લ્ડ હાર્ટ ડે’ તરીકે ઉજવાય છે. સ્પેનના જાણીતા કાર્ડીઓલોજીસ્ટ એન્ટની ડી લ્યુના 1997 થી 1999ના વર્ષ દરમ્યાન ‘વર્લ્ડ હાર્ટ ફેડરેશન’ના પ્રમુખ હતાં. તેમણે હ્દયના રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો હ્દયની કાળજી રાખતાં શીખે એ હેતુથી ‘વર્લ્ડ હાર્ટ ડે’ માટે પ્રસ્તાવ મૂકયો અને વર્ષ 2000થી તે ઉજવવાનું શરૂ થયું. પહેલાં 2000 થી 2011 સુધી સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે આ દિવસ રાખ્યો હતો. પણ ત્યારબાદ ‘વર્લ્ડ હાર્ટ ફેડરેશન તરફથી 29મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી થયો. વિશ્વમાં જેટલા મૃત્યુ થાય છે તેના 32 ટકા મૃત્યુ હાર્ટ ડીસીઝને કારણે થાય છે. વિશ્વમાં 20 કરોડ લોકો દર વર્ષે હ્દય રોગના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં દર મિનિટે ચાર લોકો 30 થી 50 વર્ષની વય વચ્ચે મૃત્યુ પામે છે.

ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી લગભગ 25 ટકા મૃત્યુ હાર્ટ ડીઝીસને કારણે થાય છે. હ્દયરોગ થવાના મુખ્ય કારણોમાં હાઇ બ્લડ પ્રેસર, ડાયાબિટીસી, સ્ટેસ હાઇ કોલેસ્ટેરોલ (ખાસ કરીને LDL), હાઇ ટ્રાઇગ્લીસીરાઇડ, અને હેલ્ધી ડાયેટ, બેઠાડુ જીવન, વધુ પડતુ વજન અને વ્યાયામનો અભાવ છે. હાર્ટ એટેક અટકાવવા માટે શું કરશો? (1) હંમેશા હેલ્ધી ડાયેટ લેવો. જન્કફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, ટ્રાન્સ ફેટ, વધુ પડતી ચરબીવાળો ખોરાક અને તળેલો ખોરાક લેવાનું ટાળો. નમક (સોલ્ટ) રોજનુ 3-5 ગ્રામથી વધુ લેવુ નહિ. (2) તમારી મનગમતી કસરત 30-40 મિનિટ નિયમિત કરો. (3) વ્યસનો (દારૂ-તમાકુ-ધુમ્રપાન વ.) થી દૂર રહેવું (4) 50 વર્ષની ઉંમર પછી નિયમિત હેલ્થ ચેકઅપ કરવો. (5) હાઇ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટેરોલ હોય તો તેની દવા નિયમિત લેવી. (6) સ્ટ્રેસ ન રાખો તે માટે નિયમિત યોગ, પ્રાણાયમ, ધ્યાન કરો. (7) વજનને કન્ટ્રોલ કરો. 2025નો વિ.હા.ડે માટેનો થીમ ‘‘DONT MISS A BEAT’’
USA.    -ડો. કિરીટ ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top