Waghodia

વાઘોડીયા જીઆઇડીસીમાં એલ્યુ કાસ્ટ કંપનીની લિફ્ટમા ફસાઈ જતાં યુવતીનું મોત

વાઘોડિયા:
વાઘોડિયા જીઆઇડીસીમાં 188/4મા આવેલી એલ્યુ કાસ્ટ કંપનીમાં સવારે કંપનીમાં કામ કરતી ભગવતીબેન જીતેન્દ્રભાઇ ઉર્ફે કાળીદાસ મયજીભાઇ
પરમારનું મોત થયું હતું. 18 વર્ષના ભગવતીબેન સવારે કંપનીમા માલ સામન લઇ જવાની લીફ્ટમા
બેસીને પહેલા માળે જતા હતા તે દરમ્યાન લીફ્ટ દસ ફૂટની ઊંચાઈએ પહોંચતા લિફ્ટની બહાર નમી નીચે ઉભેલા બીજા વર્કરો સાથે વાતચીત કરતા હતા, તે દરમ્યાન પહેલા માળના સ્લેબ વચ્ચે દબાઇ જવાથી
તેઓને પેટ તથા છાતી ના ભાગે ગંભીર ઇજાઓ થતા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ભગવતીબેનનું મરણ થતા પરિવારના સભ્યોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કંપની સ્ટાફ સાથે વાતચીત કરી મૃતક યુવતીના પરિવારને વળતર અપાવતા પરિવારે કંપની માલિક સહિત MLA નો આભાર માની સંતોષ વ્યકત કર્યો હતો.

Most Popular

To Top