Vadodara

વડોદરા : બુટલેગરને કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં બર્થ ડે ઉજવ્યો, પોલીસે પાઠ ભણાવ્યો

પોલીસે બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા

વડોદરા :;શહેર પોલીસ ના કાયદો અને વ્યવસ્થાના લીધેલા ઉડાવતો બુટલેગર નો વિડીયો સામે આવ્યો છે. જેમાં દિવાળીપુરા વિસ્તારમાં રહેતો બુટલેગર પોલીસનો કોઈ પ્રકારનો જાહેરમાં ગેરકાયદે બે કેક કાર પર રાખી જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. બુટલેગર સહિતના તેના મિત્રો જાહેરમાં દારૂ અને બીયરની પાર્ટી કરતા જોવા મળ્યા હતા. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી પોલીસે વીડિયોના આધારે બુટલેગર સહિતના છ લોકોને ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ની પાછળ રહેતા બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી નો 25 સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ હતો. બુટલેગરે 25 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં તેના મિત્રો સાથે ગેર કાયદેસર રીતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. બુટલેગરને જાણે પોલીસનો કોઈ પ્રકારનો ડર ન હોય તેમ બિન્દાસ રીતે બે કાર પર કેક કાપી તથા દારૂ અને બિયરની પાર્ટી કરી જાહેરમાં ફટાકડા ફોડી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને બર્થ ડે ઉજવ્યો હતો હતો. જેમાં બુટલેગર સહિતના તેના મિત્રો જાહેરમાં દારૂ અને બિયરની મજા માણી રહ્યા હોય તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા પોલીસ એક્શનમાં આવી હતી અને સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી, સાહિલ ઉર્ફે જહુ અર્જુન માળી, અલ્પેશ ચીમન મકવાણા, પ્રકાશ મુકેશ માળી, યજ્ઞ દેવ સિંહ અશોક સિંહ જાડેજા તથા પ્રિન્સ સંગીત જાદવ ને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

Most Popular

To Top