Entertainment

આર્યન ખાનની સિરીઝમાંથી નહીં હટે સીન્સ, કોર્ટે સમીર વાનખેડેની અરજી ફગાવી

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની સિરીઝના એક દ્રશ્ય પર આપત્તિ દર્શાવી IRS ઓફિસર સમીર વાનખેડેએ શાહરૂખ અને તેની કંપની વિરુદ્ધ કરેલી માનહાનિની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે અધિકારીને ખખડાવ્યો પણ છે.

દિલ્હી હાઈકોર્ટે આજે શુક્રવારે IRS અધિકારી અને NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને સુપરસ્ટાર શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ સામે દાખલ કરેલી માનહાનિની ​​અરજી પર ફટકાર લગાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમની વેબ સિરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” એ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.

જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરે વાનખેડેના વકીલને પૂછ્યું કે દિલ્હીમાં અરજી કેવી રીતે કરી શકાય? કોર્ટે કહ્યું, તમારી અરજી દિલ્હીમાં મેટેનેબલ નથી. હું તમારી અરજી ફગાવી રહ્યો છું. જો તમારો કેસ એ હોત કે દિલ્હી સહિત વિવિધ સ્થળોએ તમારી બદનક્ષી થઈ છે અને સૌથી વધુ નુકસાન દિલ્હીમાં થયું છે, તો અમે દિલ્હીમાં આ કેસ પર વિચાર કરી શક્યા હોત.

સમીર વાનખેડેનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સંદીપ સેઠીએ જણાવ્યું હતું કે આ વેબ સિરીઝ દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રસારિત થઈ છે અને અધિકારીને બદનામ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “આ વેબ સિરીઝ દિલ્હી માટે છે, તે દિલ્હીમાં દર્શકો જોઈ રહ્યા છે, અને અહીં મારી બદનામ કરવામાં આવી છે.”

ત્યારબાદ સેઠીએ અરજીમાં સુધારો કરવાનું વચન આપ્યું. કોર્ટે તેમને સુધારેલી અરજી દાખલ કરવા માટે સમય આપ્યો છે. થોડા સમય બાદ કેસની સુનાવણી કરવામાં આવશે.

કોર્ટે કહ્યું, “સિવિલ પ્રોસિજર કોડની કલમ 9 ની જોગવાઈઓને ધ્યાનમાં લેતા અને અરજદારે દિલ્હીમાં સિવિલ દાવો કેવી રીતે દાખલ કરી શકાય તે સ્પષ્ટ કર્યું નથી તે હકીકતને ધ્યાનમાં લેતા, સેઠીએ જરૂરી સુધારા કરવા માટે સમય માંગ્યો છે. આ મામલો ત્યારબાદ સૂચિબદ્ધ થવો જોઈએ.”

કોર્ટે આગામી સુનાવણી માટે તારીખ આપી ન હતી અને કહ્યું હતું કે અરજી દાખલ થયા પછી રજિસ્ટ્રી દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવશે.

સમીર વાનખેડેએ લગાવ્યા હતા મોટા આરોપ
વાનખેડેની અરજીમાં રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, નેટફ્લિક્સ અને અન્ય કંપનીઓ સામે કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ, ઘોષણા અને નુકસાનીની માંગ કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો જે તેમના દાવા મુજબ “ખોટો, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યો વીડિયો” છે, તે પ્રોડક્શન હાઉસનો છે અને નેટફ્લિક્સ દ્વારા તેની શ્રેણીના ભાગ રૂપે પ્રસારિત કરવામાં આવ્યો હતો.

રેડ ચિલીઝ અને નેટફ્લિક્સનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલો હરીશ સાલ્વે અને મુકુલ રોહતગી દ્વારા કરવામાં આવ્યું હતું. વાનખેડેએ ₹2 કરોડના નુકસાનની માંગ કરી હતી, જે તેઓ કેન્સરના દર્દીઓ માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન કરવાનો ઇરાદો ધરાવે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “આ શ્રેણી ડ્રગ વિરોધી અમલીકરણ એજન્સીઓનું ભ્રામક અને નકારાત્મક ચિત્રણ રજૂ કરે છે. આ કાયદા અમલીકરણ સંસ્થાઓમાં લોકોના વિશ્વાસને ઓછો કરે છે.” અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ શ્રેણી જાણી જોઈને વાનખેડેની પ્રતિષ્ઠાને રંગીન અને પક્ષપાતી રીતે બદનામ કરવાના ઇરાદાથી બનાવવામાં આવી છે અને ચલાવવામાં આવી છે, ખાસ કરીને જ્યારે અધિકારી અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંકળાયેલો કેસ બોમ્બે હાઈકોર્ટ અને મુંબઈની NDPS સ્પેશિયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રેણીના એક દ્રશ્યમાં, જ્યારે એક પાત્ર “સત્યમેવ જયતે” કહે છે, ત્યારે બીજો પાત્ર મધ્યમ આંગળી બતાવીને અશ્લીલ હાવભાવ કરે છે. “સત્યમેવ જયતે” રાષ્ટ્રીય પ્રતીકનો એક ભાગ છે. આ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971 ની જોગવાઈઓનું ગંભીર અને સંવેદનશીલ ઉલ્લંઘન છે, જેના કાયદા હેઠળ દંડનીય પરિણામો આવી શકે છે.

વધુમાં શ્રેણીની સામગ્રી માહિતી ટેકનોલોજી અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (BNS) ની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે કારણ કે તે અશ્લીલ અને વાંધાજનક સામગ્રીના ઉપયોગ દ્વારા રાષ્ટ્રીય લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

આ કેસમાં રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, નેટફ્લિક્સ, એક્સ કોર્પ (અગાઉ ટ્વિટર), ગૂગલ એલએલસી, મેટા પ્લેટફોર્મ્સ, આરપીજી લાઇફસ્ટાઇલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને “જોન ડો” ને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top