Charchapatra

સ્વદેશી સૂચકાંકની આવશ્યકતા

વૈશ્વિક સૂચકાંક બહાર આવતો હોય છે. આ બધા સૂચકાંકોમાં એક વાત સામાન્ય હોય છે કે, આપણાં દેશને છેલ્લેથી ક્રમ આપ્યો હોય છે. હમણાં સ્વીડનની ગોથેનબર્ગ યુનિવર્સિટીએ વિશ્વના બધા જ દેશોની લોકશાહીનો અભ્યાસ કરીને સૂચકાંક બહાર પડ્યો. જેમાં આપણો દેશ ૧૦૦માં ક્રમે છે. આપણાં બધા જ પાડોશી દેશો કે જેમાં કોઈ વાતના ઠેકાણા નથી એવા પાકિસ્તાનને ૧૦૯મો ક્રમ, નેપાળને ૯૨મો ક્રમ આપવામાં આવ્યો છે. હદ તો એ થઈ ગઈ કે, જે પેલેસ્ટાઇનને ઇઝરાઇલ મારી રહ્યું છે, તેવા પેલેસ્ટાઇનને ૧૦૮મો ક્રમ આપવામાં આવ્યો છે.

આપણી પાસેથી અનાજ લઈને ખાતું શ્રીલંકા ૫૬માં ક્રમે અને બાંગ્લાદેશ ૮૧માં ક્રમે છે. જ્યારે નેપાળ ૬૬માં ક્રમે છે. હમણાં ઓસ્ટ્રેલિયાના એક બિન સરકારી સંગઠન (એનજીઓ) ઇકોનોમિક એન્ડ પીસ સંસ્થાએ વૈશ્વિક શાંતિમાં આપણાં દેશને ૧૧૫મો ક્રમ આપ્યો છે. નેપાલનો ક્રમ આપણાં કરતાં ઉપર છે. પશ્ચિમી દેશો આખી દુનિયાને પોતાના દૃષ્ટિકોણથી જ જુએ છે. આ બધા આંકો આપણાં દેશને નીચો બતાવવા, આપણાં અવચેતન મનમાં આપણાં દેશ પ્રત્યે કે આપણાં સ્વ પ્રત્યે લઘુતાગ્રંથિ ઊભી કરવા માટે જ બનાવવામાં આવ્યા હોય એમ લાગે છે. આવા સૂચકાંકો પણ આપણાં પોતાના હોવા જોઈએ. તે વિષે તેમણે વિચારવું જોઈએ.
ધામડોદ રોડ, બારડોલી   – કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top