SURAT

સુરતઃ ISIS તરફથી જેને ધમકી મળી છે તે હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ

ISIS સહિત આતંકી સંગઠનોના આતંકવાદીઓના નિશાન પર છે તેવા હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારની સુરત ખાતે તોડફોડ થઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. ઉપદેશ રાણા પોતે હૈદરાબાદમાં છે, પરંતુ સુરતના ગોડાદરા વિસ્તારમાં તેમની કાર ગેરેજમાં મુકી હતી ત્યારે અજાણ્યા તોફાનીઓએ રાણાની કારને ટાર્ગેટ કરી તોડફોડ કરી હતી. આ મામલે ગેરેજ માલિકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત (ઉં.વ. 24) દ્વારા ગોડાદરા પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. ખેતપાલ રાજપુરોહિત મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુળિયા ગામનો રહેવાસી છે. તે સુરતના ગોડાદરા વિસ્તારમાં સાંઈસૃષ્ટિ એપાર્ટમેન્ટના ઘર નંબર 102 પહેલાં માળે છે. રાણાની ગાડી તેના ગેરેજમાં રિપેરિંગ માટે મુકી હતી. દરમિયાન ગઈ તા. 21 સપ્ટેમ્બરની રાતે 8.30થી 9.20 વાગ્યાની વચ્ચે અજાણ્યા તોફાનીઓએ રાણાની કારને ટાર્ગેટ કરી તોડફોડ મચાવી હતી. આ મામલે મધરાત્રે 2.30 કલાકે ખેતપાલે પોલીસને ફરિયાદ આપી હતી.

ફરિયાદીએ શું કહ્યું?
ગેરેજ માલિક ખેતપાલે કહ્યું કે, ગઈ તા. 21મ મીની રાત્રે આશરે 9.30 કલાકે ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી તમામ ફોર વ્હીલરને બહાર કાઢી રાધેશ્યામ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં મુકી હતી. રાત્રે આશરે 9.30 કલાકે પોતે ગેરેજ બંધ કરતો હતો ત્યારે એક પછી એક ગાડી અંદર મુકી રહ્યાં હતાં. ત્યારે એક સફેદ ટાટા હેરિયર (જીજે-05-આરએન-2626)નો પાછળનો કાચ તૂટેલો દેખાયો હતો.

તે કારણ ઉપદેશ રાણાની હોઈ તાત્કાલિક તેમને ફોન કરી જાણ કરી હતી. મોબાઈલ નંબર પર તૂટેલા કાચના વીડિયો પણ વ્હોટ્સએપ કર્યા હતા. ત્યાર બાદ કાર ગેરેજમાં મુકી હતી.

ઉપદેશ રાણાએ શું કહ્યું?
ઉપદેશ રાણાએ કહ્યું કે, કાચ તૂટ્યા હોવાની જાણ થતા મેં આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તોડફોડનો હેતુ સ્પષ્ટ થયો નથી.

ઉપદેશ રાણા હિન્દુ વિચારધારા સાથે જોડાયેલો છે
ઉપદેશ રાણા રાષ્ટ્રવાદી અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા છે. ઉપદેશ રાણાનો જન્મ ઉત્તરપ્રદેશ રાજ્યના મેરઠ શહેરમાં થયો હતો. તેમનું બાળપણ પણ મેરઠ શહેરમાં જ વીત્યું હતું. તેમણે ઉત્તરપ્રદેશ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ તેમણે ચૌધરી ચરણ સિંહ મેરઠ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ દરમિયાન ઉપદેશ રાણા હિન્દુઓને લગતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ઉપદેશ રાણા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, વીર પૃથ્વીરાજ ચૌહાણ, ભગત સિંહ અને સુખદેવ ગુરુને પોતાના આદર્શ માને છે.

Most Popular

To Top