SURAT

સુરતમાં કરોડોનું ‘તરતું સોનું’ પકડાયું, દાણચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ

શહેરમાંથી દરિયાઈ તરતું સોનું પકડાયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ભાવનગરના એક ખેડૂતની ધરપકડ કરી છે. આ ખેડૂત પાસેથી 5.72 કિલોગ્રામ ‘એમ્બરગ્રીસ’ નામનો પદાર્થ મળ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.72 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીની ઊલટીમાંથી મળતા પદાર્થ છે. તે લોકોમાં ‘ફ્લોટિંગ ગોલ્ડ’ એટલે કે તરતા સોના તરીકે જાણીતું છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપે વિપુલ બાંભણિયા નામના ઈસમને પકડ્યો છે. તે ભાવનગરના હાથબ ગામના દરિયા કિનારેથી કિંમતી વસ્તુ મળી છે. વિપુલ આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાયેલો હોવાની પોલીસને શંકા છે. ભારતમાં વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પદાર્થનો વેપાર પ્રતિબંધિત છે, જેથી હવે આ કેસની તપાસ ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે.

સુરત SOG દ્વારા વરાછા હીરાબાગ સર્કલ પરથી ઝડપાયેલા એમ્બરગ્રીસ સ્મગલિંગ કેસના આરોપી વિપુલ ભૂપતભાઈ બાંભણિયા (ઉં.વ. 40) પર હાલ સમગ્ર રાજ્યની નજર છે. ભાવનગરના એક સામાન્ય ખેડૂત તરીકે ઓળખાતા આ ઈસમ પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું ‘દરિયાનું તરતું સોનું’ એટલે કે સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી મળી છે, જેણે_ અનેક સવાલો ઊભા કર્યા છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ બાંભણિયાએ પોતાનો વ્યવસાય મજૂરી અને ખેતી હોવાનું જણાવ્યું છે, પરંતુ તેની પાસેથી મળેલી ‘એમ્બરગ્રીસ’ દર્શાવે છે કે તે માત્ર એક સામાન્ય ખેડૂત નથી. તેના મોબાઈલ ફોનની તપાસમાં પોલીસને એવા અનેક લોકોના સંપર્કો મળ્યા છે, જેઓ આવી દુર્લભ અને પ્રતિબંધિત વસ્તુઓ ખરીદવામાં રસ ધરાવે છે.

વિપુલને એન્ટિક ચીજવસ્તુઓ અંગેનું ઊંડું જ્ઞાન હોવાનું પણ સામે આવ્યું છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે આ કિંમતી પદાર્થને ઓળખી લીધો હતો. વિપુલે પોલીસને જણાવ્યું કે લગભગ ચાર મહિના પહેલાં તેને ભાવનગરના હાથબ_ ગામના દરિયાકિનારેથી આ એમ્બરગ્રીસનો ટુકડો મળ્યો હતો. એને ખબર હતી કે આ પદાર્થની કિંમત ખૂબ ઊંચી છે.

તેણે તેને ભાવનગરમાં વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળતાં તે સુરત આવ્યો હતો. પોલીસે વિપુલ પાસેથી 5.720 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.72 કરોડ આંકવામાં આવી છે. સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાંથી મળતો આ મીણ જેવો પદાર્થ પર્ફ્યુમ ઉદ્યોગમાં વપરાય છે અને એને ‘ફ્લોટિંગ ગોલ્ડ’ કહેવાય છે.

એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતો એક કુદરતી મીણ જેવો પદાર્થ છે. એ ક્યારેક દરિયાકિનારે ધોવાઈને આવે છે અથવા દરિયામાં તરતો જોવા મળે છે. શરૂઆતમાં એની દુર્ગંધ ખૂબ તીવ્ર હોય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ એમાંથી એક મીઠી અને મોહક સુગંધ આવવા લાગે છે. આ જ કારણે એનો ઉપયોગ પર્ફ્યુમ ઉદ્યોગમાં થાય છે, જ્યાં એ સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું કામ કરે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એની ભારે માગ અને કરોડોની કિંમતને કારણે એને ‘ફ્લોટિંગ ગોલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wild Life Protection Act 1972) હેઠળ આ પદાર્થનો વેપાર ગેરકાયદે છે.

Most Popular

To Top