Charchapatra

સરકારશ્રીનું પેન્શન મેળવનારા જાગો.

લાંબા સમયથી પેન્શનરોની ચિન્તામાં વધારો થતો જાય છે. સરકાર ૮ માં વેતનપંચ બાબતે ખુલીને જાહેરાત કરતી નથી. પરિણામે કેટલીક અપ્રાસંગીક વાતો પેન્શનરો કે એમના પરિવારજનો ફેલાવી રહ્યા છે. સરકારની ફરજ છે કે આ બાબતે જવાબદાર અધિકારી પ્રેસવાર્તામાં  ખુલાસો કરે. એક જાગૃત વ્યકિત તરીકે મને મોટા પ્રમાણમાં પૂછપરછ થતી રહે છે. જેમાં ધીરજ ધરવાની વાત થાય છે. દર ૧૦ વર્ષ બાદ સરકાર પગાર અને પેન્શનમાં સુધારા માટે પે કમીશનની ભલામણને ધ્યાને  લઈ નક્કી કરેલ તારીખથી પગાર પેન્શન વધારો જાહેર કરે.

આવુ છેલ્લા ૫૦ વર્ષથી અમલી છે. હાલનાં કર્મચારીઓની ગતીવિધિ સમજમાં નથી આવતી. જે મળે તે અને મોટાભાગના તો જે મેળવી લે તેનાથી રાજી હશે. અમારા સમયમા મંડળોની કામગીરી એવી કે સરકારમાં બેઠેલાઓ વિચારે શુ કંઈ નવાજુની તો ન થાય. બધુ બરાબર છે. આજે સક્રિયતા નથી દેખાતી.   સુપ્રિમ કોર્ટ તરફથી એક પીટીશનનાં ઈન્ટરીમ જજમેન્ટમાં કહેવાયુ. ‘પેન્શન એ કોઈ પ્રિવિલેજ નથી. એ ફંડામેન્ટ રાઈટ છે. બીજી જે વાત કહી તે ગંભીર વાત. તેમ છતા તારીખ ૧/૧/૨૦૨૬ થી અમલવાળી બાબતે પેકમીશનની કોઈ વાત જાહેરમા આવી હોય તો કેજો.
કરાડી, નવસારી       – મનુભાઈ પટેલ પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top