મરસ ઉર્વશી રૌતેલાનું નામ ફિલ્મની સાથે સાથે મોટી મોટી વાતો, મોંઘા ખર્ચાઓ, કોન્ટ્રોવર્સી અને ક્રિકેટ સાથે જોડાયેલું રહે છે, જેમાં ક્યારેક ક્રિકેટર RP (નામ તો ખબર જ હશે) તો પંડ્યા સાથે તો ક્યારેક પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથેના કિસ્સાઓ જૂના થઇ ગયા છે. એટલે હમણાં જે કારણથી ક્રિકેટ સાથે તેનું નામ જોડાયું છે તેમાં ઉર્વશી લાંબી ફસાઈ શકે છે.
વાત એમ છે કે, ED જે મની લોન્ડરિંગ અને પૈસા બાબતે ગેરકાયદેસર કામોની તપાસ કરે છે તેમણે ગેરકાયદેસર બેટિંગ એપના કેસમાં ઉર્વશીને સમન્સ મોકલ્યું છે. એમને શંકા છે કે તેણે એક બેટિંગ એપને પ્રમોટ કરી, જે ઇલીગલ હતી. એટલે સરળતાથી કહીયે તો ઉર્વશી તે એપ માટે એક્ટિંગ કરવાનાં કારણે ફસાઈ છે. એમ તો ઉર્વશીથી ઇન્ફ્લ્યુન્સ થઇને કોઈ સટ્ટો રમે તેવી શક્યતા ઓછી પણ તેના કહેવા મુજબ તેનાં ડાન્સ કરવાથી પણ ફિલ્મ 200 કરોડ કમાતી હોય તો સટ્ટાબાજ પણ તે જોઈ કમાણી કરવાની લાલચે રમવા આવે તેવી દલીલ લોકો આપે છે. •