વરુણ ધવન અને નતાશા દલાલની લગ્ન સ્ટોરી વિશે તો બધાને ખબર જ હશે. તેઓ બાળપણથી એકબીજાને ઓળખે છે, એટલે એમની બોન્ડિંગ સ્ટ્રોંગ છે. પરંતુ મે તેરા હીરો કહેતો વરુન તેની રિયલ હિરોઇનને પ્રપોઝ કરવામાં ફેઇલ થયો હતો તે સ્ટોરી વરુણે જાતે જ જણાવી છે.

વરુણે પ્લાન કર્યું હતું કે તે નતાશાને અંડરવોટર પ્રપોઝ કરશે એકદમ ફિલ્મી રીતે આ માટે તેણે દરિયામાં પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો. પણ પછી તેણે પૂલ પસંદ કર્યો. એનો પ્લાન હતો કે પાણીની અંદર જઈને ઉપર આવીને નતાશાને પ્રપોઝ કરશે. આમાં માહોલ બનાવવા માટે તેણે ‘You Sang to Me’ ગીત પ્લે કર્યુ. નતાશા એ ગીત સાંભળીને પુછ્યું પણ હતું કે, ‘આટલું જૂનું ગીત અચાનક કેમ વગાડ્યું?’ આવામાં વરુણે 2-3 વખત ડૂબકી લગાવી પણ સરખી રીતે બહાર નીકળી ન શક્યો. લાસ્ટ ટ્રાયમાં જ્યારે પરફેક્ટ થયું અને એ ઉપર આવ્યો, ત્યાં સુધીમાં નતાશા પૂલમાંથી બહાર નીકળી ગઈ ને ગીત પુરુ! આ બિલકુલ પણ ફિલ્મી ન હતુ. આ બધી ફેઇલ્ડ ટ્રાય પછી આખરે તેણે એક ઘૂંટણ પર પ્રપોઝ કર્યુ, ને નતાશાએ હા કહી દીધી! •